શોધખોળ કરો
“આ ભારતીય ક્રિકેટર છે આજનાં સમયનો વિરેન્દ્ર સહેવાગ”: સંજય માંજરેકરનો દાવો
પંતે બુધવારનાં સનરાઈઝર્સ હૈદરાબાદની સામે થયેલી એલિમિનેટર મેચમાં દિલ્હી માટે 21 બૉલમાં 49 રનની તોફાની બેટિંગ કરી હતી અને દિલ્હીની જીતને આસાન બનાવી હતી.

નવી દિલ્હીઃ પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સંજય માંજરેકરે કહ્યું કે, રિષબ પંત આજની તારીખનો વીરેન્દ્ર સેહવાગ છે. માંજરેકર અનુસાર પંતની સાથે અલગ વર્તન થવું જોઈએ અને તેને સ્વાભાવિક રમત માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.
પંતે બુધવારનાં સનરાઈઝર્સ હૈદરાબાદની સામે થયેલી એલિમિનેટર મેચમાં દિલ્હી માટે 21 બૉલમાં 49 રનની તોફાની બેટિંગ કરી હતી અને દિલ્હીની જીતને આસાન બનાવી હતી. તે મેન ઑફ ધ મેચ બન્યો હતો. મહેન્દ્ર સિંહ ધોની બાદ ભારતીય ટીમમાં વિકેટકીપર તરીકે મજબૂત દાવેદાર મનાઈ રહેલા ઋષભ પંતે આ આઈપીએલ સીઝનમાં અત્યાર સુધી કુલ 15 મેચમાં 450 રન બનાવ્યા છે.
માંજરેકરે પોતાના ટ્વિટમાં કહ્યું કે, “પંત આજનાં સમયનો સહેવાગ છે. આ બેટ્સમેન સાથે અલગ વ્યવહાર થવો જોઇએ. તે જેવો છે તેને તેવો જ રહેવા દેવો જોઇએ. તમે તેને ટીમમાં પસંદ કરો કે ના કરો, તેની રમતમાં બદલાવ લાવવાનો પ્રયત્ન ના કરો.’Penny dropped for me last night. Rishabh is this generation’s Viru. Batsman who needs to be treated differently...which is to just let him be. You either pick him or drop him but never try & change him.#RishabhPant
— Sanjay Manjrekar (@sanjaymanjrekar) May 9, 2019
પંતે બુધવારનાં સનરાઈઝર્સ હૈદરાબાદની સામે થયેલી એલિમિનેટર મેચમાં દિલ્હી માટે 21 બૉલમાં 49 રનની તોફાની બેટિંગ કરી હતી અને દિલ્હીની જીતને આસાન બનાવી હતી. તે મેન ઑફ ધ મેચ બન્યો હતો. મહેન્દ્ર સિંહ ધોની બાદ ભારતીય ટીમમાં વિકેટકીપર તરીકે મજબૂત દાવેદાર મનાઈ રહેલા ઋષભ પંતે આ આઈપીએલ સીઝનમાં અત્યાર સુધી કુલ 15 મેચમાં 450 રન બનાવ્યા છે. વધુ વાંચો





















