શોધખોળ કરો
દિલ્લીના આ બેટ્સમેને 13 સિક્સ, 8 ચોગ્ગા સાથે સૌથી ઝડપી ફટકારી સદી, જાણો

નવી દિલ્લી: દિલ્લીના યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે મંગળવારે ઝારખંડ વિરુદ્ધ રણજી ટ્રૉફીમાં માત્ર 48 બોલ પર સેંચુરી ફટકારીને ભારત તરફથી ફર્સ્ટ ક્લાસ મેચોમાં સૌથી ઝડપી સેંચુરીનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. કેરળના થુમ્બામાં રમાઈ રહેલી આ મેચમાં છેલ્લા 67 બોલ પર આઠ ચોગ્ગા અને 13 સિક્સની મદદથી 135 રન બનાવીને આઉટ થયો હતો. આ યુવા ખેલાડીએ અત્યાર સુધી આ સીઝનમાં સૌથી સારું પ્રદર્શન કર્યું છે. તેને સાત ઈનિંગોમાં 133.16ની સરેરાશથી 113.17ની સ્ટ્રાઈક રેટથી 799 રન બનાવ્યા હતા. આ તેનો આ સીઝનમાં ચોથી સદી છે. તે અત્યાર સુધી પાંચ મેચોમાં 44 સિક્સ ફટકારી ચૂક્યો છે. પંતે આ સીઝનમાં અત્યાર સુધી 146, 308, 24, 09, 60, 117 અને 135 રનની ઈનિંગ રમી છે. પોતાની વિસ્ફોટક ઈનિંગ દરમિયાન પંતે તમિલનાડુના પૂર્વ બેટ્સમેન વીબી ચંદ્રશેખર અને અસમના બેટ્સમેન રાજેશ વોરાનો 28 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો જેમાં 56 બોલ પર સદી ફટકારી હતી. વોરાએ ફેબ્રુઆરી 1988માં ત્રિપુરા વિરુદ્ધ ગુવાહાટીમાં રણજી મેચમાં જ્યારે ચંદ્રશેખરે તે વર્ષના અંતમાં તમિલનાડુ તરફથી શેષ ભારત વિરુદ્ધ આ કારસ્તાન કરી બતાવ્યું હતું. મઝાની વાત તો એ છે કે આ ઈનિંગથી ચંદ્રશેખરે 1990માં ન્યૂઝીલેંડ પ્રવાસે જનાર ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું હતું.
વધુ વાંચો





















