શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
જો રૂટને પછાડીને રિષભ પંતે ICCના આ નવા એવૉર્ડ માટે મારી બાજી
રિષભ પંત ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિડની ટેસ્ટમાં 97 રનની ઈનિંન અને બ્રિસ્બેનમાં અણનમ 89 રનની મેચ વિનિંગ ઈનિંગ માટે નોમિનેટ થયો હતો.
નવી દિલ્હી: ભારતનો વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત હાલમાં શાનદાર ફર્મમાં ચાલી રહ્યો છે. તેના પ્રદર્શનનું ખાસ ઈનામ તેને મળ્યું છે. પંતને આઈસીસીએ જાન્યુઆરી મહિનાના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ કર્યો છે. પંતે આ મામલે ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટને પછાડી દીધો છે.
ઉલ્લેખનીય છે કે, 23 વર્ષીય રિષભ પંત ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિડની ટેસ્ટમાં 97 રનની ઈનિંન અને બ્રિસ્બેનમાં અણનમ 89 રનની મેચ વિનિંગ ઈનિંગ માટે નોમિનેટ થયો હતો. જ્યારે જો રૂટ શ્રીલંકા વિરુદ્ધ સીરિઝમાં એક બેવડી સદી અને એક સદી નોંધવાતા તેને સામેલ કરવામાં આવ્યો હતો.
આઈસીસી પહેલીવાર મહિનાના સર્વશ્રેષ્ઠ ખેલાડી માટે પુરસ્કારની શરુઆત કરી છે. તેમાં આઈસીસીએ જાન્યુઆરી મહિના માટે ભારતીય વિકેટકીપર રિષભ પંત, ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ અને આયરલેન્ડના પોલ સ્ટર્લિંગને નોમિનેટ કર્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion