શોધખોળ કરો
Advertisement
Road Safety World Series: સેહવાગની તોફાની બેટિંગ, ઈન્ડિયા લિજેન્ડ્સે બાંગ્લાદેશ લિજેન્ડ્સને 10 વિકેટથી હરાવ્યું
સેહવાગે 35 બોલમાં 80 રનની તોફાની બેટિંગ કરી હતી. વીરેન્દ્ર સેહવાગે ફક્ત 20 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી.
નવી દિલ્હી: રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝના પ્રથમ મુકાબલમાં ઈન્ડિયા લિજેન્ડ્સે તોફાની શરુઆત કરતા બાંગ્લાદેશ લિજેન્ડ્સને 10 વિકેટથી હરાવ્યું હતું. બાંગ્લેદેશે આપેલા 110 રનના લક્ષ્યાંકને વિરેન્દ્ર સેહવાગ અને સચિન તેંડુલકરની જોડીએ 10.1 ઓવરમાંજ પાર પાડ્યો હતો અને ટીમને શાનદાર જીત અપાવી હતી.
સેહવાગે 35 બોલમાં 80 રનની તોફાની બેટિંગ કરી હતી. વીરેન્દ્ર સેહવાગે ફક્ત 20 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. જ્યારે સચિન તેંડુલકર 33 રન બનાવી અણનમ રહ્યો હતો.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશ લિજેન્ડ્સે 109 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી મોહમ્મદ નઝીમુદ્દીને 49 રન બનાવ્યા હતા.
ઈન્ડિયા લિજેન્ડ્સ તરફથી પ્રજ્ઞાન ઓઝા, યુવરાજ સિંહ અને વિનય કુમારે 2-2 વિકેટ ઝડપી હતી. યુસુફ પઠાણ તથા મનપ્રીત ગોનીએ એક-એક વિકેટ લીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બોલિવૂડ
અમદાવાદ
Advertisement