Roger Federer Farewell: કરિયરના અંતિમ મુકાબલામાં ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો ફેડરર, નડાલ પણ ન રોકી શક્યો આંસું
Roger Federer: રોજર ફેડરર ત્રીજા સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતનાર પુરુષ ટેનિસ ખેલાડી છે. ગયા અઠવાડિયે, તેણે ટેનિસમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.
Roger Federer Emotional Farewell: રોજર ફેડરરે આખરે ટેનિસ કોર્ટને વિદાય આપી. શુક્રવારે લેવર કપમાં, તે તેના સાથી રાફેલ નડાલ સાથે ડબલ્સની મેચમાં પરાજય પામ્યો હતો અને તેની સાથે તેની તેજસ્વી કારકિર્દીનો પણ અંત આવ્યો હતો. આ છેલ્લી મેચ બાદ રોજર ફેડરર પોતાના આંસુ રોકી શક્યો નહોતો. તે ખૂબ જ રડતો જોવા મળ્યો હતો. આ ભાવનાત્મક ક્ષણમાં રાફેલ નડાલ પણ તેની સાથે આંસુ વહાવતો જોવા મળ્યો હતો.
રોજર ફેડરર ત્રીજા સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતનાર પુરુષ ટેનિસ ખેલાડી છે. ગયા અઠવાડિયે, તેણે ટેનિસમાંથી નિવૃત્તિ જાહેર કરી. ઈજાના કારણે તે લાંબા સમય સુધી ટેનિસ કોર્ટની બહાર જતો રહ્યો હતો. આવી સ્થિતિમાં તેણે લેવર કપમાં કારકિર્દીની છેલ્લી મેચ રમવાની જાહેરાત કરી હતી.
How are we getting over this? @rogerfederer | @RafaelNadal | #RForever pic.twitter.com/cpOfSznp4X
— ATP Tour (@atptour) September 24, 2022
તે લેવર કપમાં ટીમ યુરોપ માટે મેદાનમાં હતો. તેનો પાર્ટનર સ્પેનિશ દિગ્ગજ રાફેલ નડાલ હતો. આ જોડીએ ટીમ વર્લ્ડની જોડી ફ્રાન્સિસ ટિફોય-જેક સોકને પ્રથમ સેટમાં હરાવ્યો હતો પરંતુ પછીના બે સેટ રોમાંચક ફેશનમાં હારી ગયા હતા. આ સાથે ફેડરર-નડાલની જોડીના હાથમાંથી મેચ પણ સરકી ગઈ હતી. હાર બાદ ફેડરર કોર્ટ પર જ રડવા લાગ્યો હતો.
Team Europe and Team World come together to celebrate @rogerfederer #LaverCup pic.twitter.com/LR3NRZD7Zo
— Laver Cup (@LaverCup) September 24, 2022
લંડનની બ્લેક કોર્ટમાં ફેડરરને જોવા માટે તમામ બેઠકો ભરાઈ ગઈ હતી. નડાલ અને ફેડરર કોર્ટમાં પહોંચતા જ ચાહકોએ ઉભા થઈને ફેડરરને માન આપ્યું હતું. સમગ્ર મેચ દરમિયાન બંને ટીમો અને ટેનિસ કોર્ટમાં હાજર પ્રશંસકો ફેડરરના દરેક શોટને બિરદાવતા જોવા મળ્યા હતા.
મેચ બાદ ટીમ વર્લ્ડ અને ટીમ યુરોપના ખેલાડીઓએ ફેડરરને ખભા પર ઊંચકીને હવામાં ફેંક્યો હતો. લેવર કપ અને એટીપીના ટ્વિટર હેન્ડલ પરથી ફેડરરની આ છેલ્લી મેચ સાથે જોડાયેલા ઘણા ફોટા અને વીડિયો શેર કરવામાં આવ્યા છે.
An unforgettable night.#LaverCup pic.twitter.com/VDbRdCOsOs
— Laver Cup (@LaverCup) September 24, 2022