શોધખોળ કરો
Advertisement
T20માં કોહલીના આ રેકોર્ડથી માત્ર આઠ રન દૂર છે રોહિત શર્મા, જાણો વિગત
સીરિઝની પ્રથમ ટી-20 મેચ દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચ દરમિયાન જો રોહિત 8 રન બનાવશે તો તે વિરાટ કોહલીને પાછળ છોડી દેશે.
નવી દિલ્હી: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની ટી-20 સીરિઝનો પ્રારંભ રવિવાર(3 નવેમ્બર)થી થઈ રહ્યો છે. આ સીરિઝમાં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. કોહલીની અનુપસ્થિતિમાં ટીમની કમાન રોહિત શર્મા સંભાળશે. તેની સાથે આ સીરિઝમાં રોહિત કોહલીનો એક ખાસ ટી-20 રેકોર્ડ તોડી શકે છે.
સીરિઝની પ્રથમ ટી-20 મેચ દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ દરમિયાન જો રોહિત 8 રન બનાવશે તો તે વિરાટ કોહલીને પાછળ છોડી દેશે. વિરાટ કોહલી હાલમાં ટી20 મેચમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે.
વિરાટ અને રોહિત વચ્ચે આ મામલે ટી-20 માં ટોપ પોઝિશન માટે હોડ ચાલતી રહી છે. બન્ને પ્રથમ અને બીજા નંબરની અદલા બદલી કરતા રહે છે. પરંતુ હવે વિરાટ આ ટી 20 સીરિઝમાં નથી એવામાં રોહિત પાસે વિરાટનો રેકોર્ડ તોડવાની તક છે.
ટી-20માં સૌથી વધુ રન બનાવવા મામલે વિરાટ કોહલીએ 67 ઇનિંગમાં 2450 રન બનાવી પ્રથમ ક્રમાંકે છે. જ્યારે રોહિત શર્મા 90 ઇનિંગમાં 2443 રન બનાવી બીજા નંબરે છે. ત્રીજા નંબરે ન્યૂઝીલેન્ડના માર્ટિન ગપ્ટિલ (2285 રન) છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement