શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રોહિત શર્માએ ઓપનર તરીકે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, હાશિમ અમલા અને સચિનને છોડ્યા પાછળ, જાણો
રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાઈ રહેલી બીજી વનડેમાં ભારતીય ઓપનર બેટ્સમેન રોહિત શર્મા વનડે ક્રિકેટમાં વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
રાજકોટ: ઓસ્ટ્રેલિયા સામે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાઈ રહેલી બીજી વનડેમાં ભારતીય ઓપનર બેટ્સમેન રોહિત શર્મા વનડે ક્રિકેટમાં વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ભારતીય બેટ્સમેન રોહિત શર્મા ઓપનર તરીકે સૌથી ઝડપી સાત હજાર રન બનાવનાર દુનિયાનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. રોહિત શર્મા પહેલા આ રેકોર્ડ સાઉથ આફ્રિકાના હાશીમ આમલના નામે હતો.
રોહિત શર્માએ 137 ઇનિંગમાં સૌથી ઝડપી સાત હજાર રન બનાવ્યા છે. સાઉથ આફ્રિકાના હાશિમ આમલાએ 147 ઇનિંગમાં સાત હજાર રન બનાવ્યા હતા. સચિન તેંડુલકરે 160 ઇનિંગમાં રન બનાવ્યા હતા. તિલકરત્ને દિલશાન, શ્રીલંકા 165 ઇનિંગ અને ગાંગુલી 168 ઇનિંગમાં સાત હજાર રન બનાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વનડે મેચની સીરીઝ રમી રહ્યા છે. પ્રથમ વનડેમાં ટીમ ઇન્ડિયાને 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
રાજકોટ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion