શોધખોળ કરો
Advertisement
યુવરાજની વિદાય પર ટીમ ઇન્ડિયાનો કયો સ્ટાર ખેલાડી થયો ભાવુક, બોલ્યો- જોઇએ એવી વિદાય ના મળી
યુવરાજની વિદાયથી કેટલાક ખેલાડીઓ ઉદાસ થયા તો કેટલાક ભાવુક થયા હતા. ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા યુવીના સન્યાસને લઇને ભાવુક થયો હતો
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 17 વર્ષ વિતાવ્યા બાદ સિક્સર કિંગ યુવરાજ સિંહે સન્યાસની જાહેરાત કરી દીધી. ભારતીય ટીમને બે-બે વર્લ્ડકપમાં મહત્વનુ યોગદાન આપનારા ઓલરાઉન્ડર યુવરાજે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને આ વાતની જાહેરાત કરતાં ક્રિકેટ જગતમાં હલચલ મચી ગઇ હતી. દિગ્ગજોએ તેને શુભેચ્છા આપવાની શરૂ કરી દીધી હતી.
યુવરાજની વિદાયથી કેટલાક ખેલાડીઓ ઉદાસ થયા તો કેટલાક ભાવુક થયા હતા. ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા યુવીના સન્યાસને લઇને ભાવુક થયો હતો, તેને ટ્વીટ કરીને યુવરાજને શુભેચ્છા પાઠવી અને કહ્યું કે તમને જોઇએ એવી વિદાય મળી નહીં, તમે એક સારી વિદાયના હકદાર હતા.
ભારતના વિસ્ફોટક ઓપનર રોહિત શર્માએ ટ્વીટ કરીને કહ્યું કે, 'તમને ખબર નથી તમે આ સમયે શું મેળવ્યુ છે, લવ યુ ભાઇ. તમે એક સારી વિદાયના હકદાર હતા.' જોકે, જવાબમાં યુવરાજે પણ પોતાનું દુઃખ દર્શાવતા લખ્યું- 'તમને ખબર છે કે મને અંદરો અંદર શું ફીલ થઇ રહ્યું છે. લવ યુ ભાઇ, તમે એક લેજેન્ડ બનો.'
ઉલ્લેખનીય છે કે, યુવરાજ સિંહ ભારત તરફથી 40 ટેસ્ટ, 308 વનડે અને 58 ટી20 મેચ રમી ચૂક્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં 33.92ની એવરેજતી યુવરાજે 1900 રન બનાવ્યા છે. વળી વનડેમાં યુવરાજે 8701 રન અને ટી20માં 1177 રન બનાવ્યા છે.You don’t know what you got till its gone. Love you brotherman You deserved a better send off. @YUVSTRONG12 pic.twitter.com/PC2cR5jtLl
— Rohit Sharma (@ImRo45) June 10, 2019
સૌથી ખાસ વાત એ છે કે, યુવરાજ સિંહ ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર્સમાં સૌથી ટૉપ પર રહ્યો છે, તેને 2007 અને 2011 વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરીને વર્લ્ડકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.You know how I feel inside ! Love u brothaman you go be a legend ❤️
— yuvraj singh (@YUVSTRONG12) June 10, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ગાંધીનગર
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion