હાર બાદ રોહિતે કહ્યું કે, લાંબા સમય બાદ બેટિંગમાં આ અમારુ ખરાબ પ્રદર્શન છે, દરેક ન્યૂઝીલેન્ડના બૉલરોને શ્રેય આપવો જોઇએ, આ તેમનું શાનદાર પ્રદર્શન હતું. વધુમાં કહ્યું કે બેટ્સમેનોનો કેટલાક ખરાબ શૉટ અમારી હારનું કારણ બન્યા.
2/5
માત્ર 92 રનમાં સમેટાયેલી ટીમ ઇન્ડિયાને કીવી ટીમે આઠ વિકેટે હાર આપી, આને લઇને રોહિત શર્માએ કહ્યું કે આ ટીમ ઇન્ડિયાનું અત્યાર સૌથી ખરાબ બેટિંગ પ્રદર્શન છે. બૉલ્ટની ઘાતક બૉલિગના કારણે (21 રનમાં પાંચ વિકેટ) ટીમ ઇન્ડિયા 30.5 ઓવરમાં માત્ર 92 રન પર સમેટાઇ ગઇ હતી.
3/5
4/5
નોંધનીય છે કે, ચોથી વનડેમાં વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહની ગેરહાજરીમાં ટીમનું સંતુલન સંભાળવાની જવાબદારી રોહિત શર્મા પર આવી હતી જોકે, તે નિષ્ફળ રહ્યો હતો.
5/5
નવી દિલ્હીઃ કામચલાઉ કેપ્ટન રોહિત શર્મા હેમિલ્ટનમાં મળેલી ચોથી વનડે હારથી નિરાશ છે. રોહિતે હાર બાદ એક મોટુ નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા છે. ઉલ્લેખનીય છે કે, ન્યૂઝીલેન્ડે ભારતીય ટીમને આઠ વિકેટ હાર આપીને ચોથી વનડેમાં જીત મેળવી હતી.