શોધખોળ કરો
Advertisement
7 વર્ષના પ્રતિબંધ બાદ મેદાન પર વાપસી કરશે શ્રીસંત, આ ટીમમાં કરાયો સામેલ
આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગમાં કથિત સંડોવણીને લઈને બીસીસીઆઈએ શ્રીસંત પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
નવી દિલ્હી: ભારતના પૂર્વ ફાસ્ટ બોલર એસ શ્રીસંત સાત વર્ષના પ્રતિબંધ બાદ ઘરેલુ ક્રિકેટમાં વાપસી કરવા માટે તૈયાર છે. આગામી મહિને યોજાનારી સૈયદ મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટ માટે કેરળની ટીમમાં શ્રીસંતને સામેલ કરવામાં આવ્યો છે. સ્ટેટ ક્રિકેટ બોર્ડ દ્વારા જાહેર કરેલી ટીમના ખેલાડીઓની યાદીમાં તેને સામેલ કરાયો છે. આ ટૂર્નામેન્ટ 10 જાન્યુઆરીથી મુંબઈમાં રમાશે.
આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગમાં કથિત સંડોવણીને લઈને બીસીસીઆઈએ શ્રીસંત પર પ્રતિબંધ લગાવી દીધો હતો. શ્રીસંતનો સાત વર્ષનો પ્રતિબંધ ગત સપ્ટેમ્બરે પૂરો થયો હતો અને તેના બાદ આ તેની પ્રથમ ઘરેલુ ટૂર્નામેન્ટ છે.
આ પહેલા તેને આ મહિનામાં અલાપ્પુઝામાં સ્થાનિક ટી20 ટૂર્નામેન્ટ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ કોરોના વાયરસના કારણે આ ટૂર્નામેન્ટને સરકારે મંજૂરી આપી નહોતી. જેના કારણે ટૂર્નામેન્ટ સ્થગિત કરવામાં આવી હતી.
કેરળ ક્રિકેટ એસોસિએશનના એક અધિકારીએ જણાવ્યું કે, સૈયદ મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટમાં કેરળની ટીમનું નેતૃત્વ સંજૂ સેમસન કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સુરત
ગેજેટ
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion