શોધખોળ કરો
World Cup: પાકિસ્તાન સામેની મેચ અગાઉ ટીમ ઇન્ડિયાને સચિન તેડુંલકરે શું આપી સલાહ?
ક્રિકેટના ચાહકોને ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઇને ખૂબ ઉત્સાહ છે. ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેની મેચ રવિવારના રોજ રમાશે.
નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019માં અત્યાર સુધીમાં ટીમ ઇન્ડિયાએ ત્રણ મેચ જીતી છે જેમાં બે મેચ જીતી છે અને એક વરસાદના કારણે ધોવાઇ ગઇ છે. ક્રિકેટના ચાહકોને ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઇને ખૂબ ઉત્સાહ છે. ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેની મેચ રવિવારના રોજ રમાશે. પાકિસ્તાન અત્યાર સુધીમાં વર્લ્ડકપમાં ચાર મેચ રમી ચૂકી છે જેમાં તેણે એક મેચ જીતી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અગાઉ ભારતીય ક્રિકેટના દિગ્ગજ સચિન તેડુંલકરે ટીમ ઇન્ડિયાને એક જરૂરી સલાહ આપી છે. સચિન તેડુંલકરે ભારતીય બેટ્સમેનોને સલાહ આપી છે કે તે રવિવારે રમાનારી પાકિસ્તાન સામેની મેચમાં ઝડપી બોલર મોહમ્મદ આમિર વિરુદ્ધ સતર્કતા રાખવાના બદલે આક્રમક અંદાજમાં બેટિંગ કરે.
તેડુંલકરે કહ્યું કે, હું તેમના વિરુદ્ધ બોલ જતા કરીને નકારાત્મક માનસિકતા સાથે નહી રમું. હું ભારતીય ખેલાડીઓને પોતાના શોટ રમવા અને સકારાત્મક બનવી રહેવા માટે પ્રોત્સાહિત કરીશ. સચિનનું માનવું છે કે અત્યાર સુધી એક મેચ જીતનાર પાકિસ્તાન વિરાટ કોહલી અને રોહિત શર્માને નિશાન બનાવી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement