આઇપીએલમાં એકસમયે સૌથી મોંઘા ખેલાડી તરીકે રહેલા યુવરાજને આ વખતે વેચાવવાના ફાંફાં પડી ગયા હતા. એક કરોડની બેઝપ્રાઇઝ ધરાવતા યુવરાજસિંહને કોઇ ખરીદવા તૈયાર ન હતુ ત્યારે તેના બેસ્ટ ફ્રેન્ડ અને ગુરુ સમાન સચીને તેનુ સન્માન જાળવ્યુ હતુ. સચીને યુવરાજને એક કરોડમાં મુંબઇની ટીમ સાથે સામેલ કરી દીધો હતો.
2/6
ઉલ્લેખનીય છે કે, સચીન મુંબઇ ઇન્ડિયન્સ ટીમનો મેન્ટર છે, સચીની સાથે સાથે કૉચ ઝહીર ખાન અને કેપ્ટન રોહિત શર્માએ પણ યુવરાજને માન સાથે સામેલ કરવામાં મદદ કરી હતી.
3/6
4/6
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ધાકડ ઓલરાઉન્ડર તરીકે ફેમસ થયેલા યુવરાજ માટે આ વખતની આઇપીએલ નિરસ રહી. 2011 અને 2007ના વર્લ્ડકપમાં મહત્વની ભૂમિકા ભજવનારા યુવરાજને આ વખતે કોઇ ફ્રેન્ચાઇઝીએ ખરીદવામાં રસ ન હતો દખાવ્યો. જોકે, છેલ્લે મુંબઇની ટીમે તેને ખરીદ્યો હતો.
5/6
ગઇ આઇપીએલ સિઝનમાં યુવરાજ પંજાબની ટીમે ખરીદ્યો હતો પણ યોગ્ય પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો હતો. 8 મેચોમાં 65 રન જ બનાવી શક્યો હતો, વળી બૉલિંગમાં બે ઓવર કરીને 23 રન આપ્યા હતા. આમ આઇપીએલની 2018ની સિઝન પણ યુવરાજ માટે ફેઇલ રહી હતી.
6/6
નોંધનીય છે કે, 2014માં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરે યુવરાજને અધધધ કિંમત 14 કરોડમાં ખરીદ્યો હતો, ત્યારબાદના વર્ષે દિલ્હીની ટીમે 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.