દ્રવિડ, લક્ષ્મણ પછી સચિન તેંડુલકર પણ ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાશે ? જાણો BCCI પ્રમુખ ગાંગુલીએ શું કહ્યું ?
બેકસ્ટેજ વિધ બોરિયા કાર્યક્રમમાં પત્રકાર બોરિયા મજૂમદાર સાથે વાત કરતા બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સચીન તેંદુલકર વિશે વાત કરી હતી.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમમાં છેલ્લા કેટલાક સમયથી ફેરફારોનો દોર ચાલી રહ્યો છે, હવે આ બધાની વચ્ચે ગાંગુલીએ પૂર્વ સ્ટાર ક્રિકેટર સચિન તેંદુલકરને લઇને મોટુ નિવેદન આપ્યુ છે. ગાંગુલીએ એક પત્રકાર સાથે વાત કરતા સચીનને ટીમ ઇન્ડિયામાં લાવવા માટે વાત કરી હતી.
બેકસ્ટેજ વિધ બોરિયા કાર્યક્રમમાં પત્રકાર બોરિયા મજૂમદાર સાથે વાત કરતા બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સચીન તેંદુલકર વિશે વાત કરી હતી. ગાંગુલીએ કહ્યું કે, સચીનને હું ટીમ ઇન્ડિયામાં જોડવા માટે સંકેત આપુ છે, તેમને સ્વીકાર કર્યો કે સચીન જો ટીમ ઇન્ડિયામાં સામેલ થશે તો તે થોડુક અલગ હશે પરંતુ કોઇ મોટા સમાચાર નથી, તે હિતોના ટકરાવની વચ્ચે મુદ્દાઓનુ સમાધાન કરવા માટે ઇચ્છુક છે. ગાંગુલીએ કહ્યું સચીન થોડોક અલગ છે, તે તે બધામાં સામેલ થવા નથી માંગતો, મને યકીન છે કે, સચીન ભારતીય ક્રિકેટ ટીમમાં સામેલ થાય છે તો તે વધુ સારુ ગણાશે. હાલમાં ચારેય બાજુ વધારે સંઘર્ષ છે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી બીસીસીઆઇના અધ્યક્ષ બન્યા બાદ સાથી ક્રિકેટરોને વધુ મદદ કરી રહ્યાં છે. ગાંગુલીએ પહેલા રાહુલ દ્રવિડને ટીમ ઇન્ડિયાના મુખ્ય કૉચ તરીકે નિયુક્ત કર્યો, જ્યારે નેશનલ ક્રિકેટ એકેડમીમાં દ્રવિડની જગ્યાએ વીવીએસ લક્ષ્મણને અધ્યક્ષ બનાવવામાં આવ્યો. હવે સચીનને ટીમ ઇન્ડિયામાં સામેલ કરવા પર વધુ એક મોટો દાંવ ગાંગુલી રમી શકે છે.
આ પણ વાંચો-
આ દેશમાં લોકોના હસવા અથવા ખુશ રહેવા પર સરકારે લગાવી દીધો પ્રતિબંધ, જાણો શું છે કારણ
2021 ના અંત સાથે શુક્ર બદલશે રાશિ, આ 4 રાશિઓ માટે 2022ની શરૂઆત રહેશે શાનદાર
રાજ્યના આ વિસ્તારોમાં કોલ્ડ વેવની હવામાન વિભાગની આગાહી
Horoscope Today 17 December 2021:આ ત્રણ રાશિની વ્યક્તિ પર વરસી શકે છે, લક્ષ્મી કૃપા, જાણો રાશિફળ
Vadodara : હવસખોરે મહિલા સાથે બળાત્કાર કરી હત્યા કરી ને પછી લાશ સાથે માણ્યું ફરી શરીરસુખ, હવે.....