શોધખોળ કરો
ચેતેશ્વર પૂજારાના બર્થ-ડે પર ટીમ ઈન્ડિયા કયા દિગ્ગજ ખેલાડીઓ ગુજરાતીમાં વિશ કર્યું? જાણો
ટીમ ઈન્ડિયાના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે ટેસ્ટ નિષ્ણાંત બેટ્સમેન ચેતેશ્વર પૂજારાને એક અનોખા અંદાજમાં બર્થ-ડે વિશ કર્યું હતું.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે ટેસ્ટ નિષ્ણાંત બેટ્સમેન ચેતેશ્વર પૂજારાને એક અનોખા અંદાજમાં બર્થ-ડે વિશ કર્યું હતું. શનિવારે પૂજારાનો 32મો જન્મ દિવસ હતો અને ક્રિકેટ જગતે તેને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. પરંતુ આ તમામ શુભેચ્છાઓમાં સચિન તેંડુલકરે જે અંદાજમાં શુભેચ્છા પાઠવી હતી તે અનોખી હતી. સચિને પૂજારાને ગુજરાતીમાં જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી.
સચિને પોતાના ટ્વિટર પેજ પર પૂજારા સાથે પોતાની એક તસવીર અપલોડ કરી હતી અને લખ્યું હતું કે, પૂજારાને આઉટ કરવા માટે પૂજારીના આશિર્વાદની જરૂર છે! જન્મ દિવસ મુબારક!’ સચિને ગુજરાતીમાં ટ્વિટ કરીને ગુજરાતી ક્રિકેટ પ્રેમીઓના દિલ જીતી લીધી હતા.
જોકે, પૂજારાએ પણ એવા જ અંદાજમાં સચિનનો આભાર માન્યો હતો. પૂજારાએ ટ્વિટ કર્યું હતું કે જે ભગવાન સાથે રમેલા હોય અને તેમના આશિર્વાદ હોય તેને બીજી શું ચિંતા, આપનો ખુબ ખુબ આભાર’.
આ ઉપરાંત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તથા વર્તમાન અને ભૂતપૂર્વ ક્રિકેટર્સે પણ તેને શુભેચ્છા પાઠવી હતી. જ્યારે ચાહકોએ પણ ચેતેશ્વરને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી.પુજારા ને આઉટ કરવા માટે પૂજારી ના આશીર્વાદ ની જરૂરત છે !
— Sachin Tendulkar (@sachin_rt) January 25, 2020
જન્મ દિવસ મુબારક !
Have a great one, @cheteshwar1! pic.twitter.com/u5Nyb4RQ9K
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement