SAFF Cup 2023: સુનીલ છેત્રીની હેટ્રિક, ભારતીય ટીમ પાકિસ્તાનને 4-0થી કચડ્યું
ભારતીય ફૂટબોલ ટીમે બુધવારે SAFF કપમાં પાકિસ્તાન સામે ભવ્ય વિજય મેળવ્યો હતો
India vs Pakistan In SAFF Cup 2023: ભારતીય ફૂટબોલ ટીમે બુધવારે SAFF કપમાં પાકિસ્તાન સામે ભવ્ય વિજય મેળવ્યો હતો. આ મેચમાં સુનીલ છેત્રીની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 4-0થી હરાવ્યું હતું. બંન્ને ટીમો વચ્ચેની મેચ બેંગ્લોરના શ્રી કાંતીરવા સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં કેપ્ટન સુનીલ છેત્રીએ સારુ પ્રદર્શન કર્યું હતું. સુનીલ છેત્રીએ હેટ્રિક ગોલ કર્યા હતા. જ્યારે ઉદાંતા સિંહે 1 ગોલ કર્યો હતો. ભારતીય કેપ્ટને પેનલ્ટી કોર્નર પર બે ગોલ કર્યા હતા. ભારત માટે ઉદાંતા સિંહે 81મી મિનિટે ગોલ કર્યો હતો. જોકે, ઉદાંતા સિંહને અવેજી ખેલાડી તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો.
Perfect start to #SAFFChampionship2023 for the #BlueTigers 🐯
An absolutely dominant performance 💙🇮🇳💪🏽 #INDPAK #IndianFootball ⚽️ pic.twitter.com/tUEFWGUffN — Indian Football Team (@IndianFootball) June 21, 2023
ભારતીય કેપ્ટન સુનીલ છેત્રીએ હેટ્રિક ગોલ ફટકાર્યા
ભારતીય કેપ્ટને 10મી મિનિટે પહેલો ગોલ કર્યો હતો. ત્યારબાદ સુનીલ છેત્રીએ 15મી મિનિટે બીજો ગોલ કર્યો હતો. આ પછી ભારતીય ટીમના કેપ્ટન સુનીલ છેત્રીએ 74મી મિનિટે પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને ટીમને 3-0ની લીડ અપાવી હતી. મેચમાં હાફ ટાઈમ પહેલા ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ એકબીજા સાથે ટકરાયા હતા. આ દરમિયાન ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
#WATCH: Scuffle Breaks Out Between India, Pakistan Players During SAFF Cup 2023 Match#INDvsPAK #football #SAFF2023 pic.twitter.com/pYyTWJOyOt
— Shubham Rai (@shubhamrai80) June 21, 2023
મેચ દરમિયાન બંન્ને દેશોના ખેલાડીઓ સામસામે આવી ગયા
ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચેની લડાઇનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પ્રતિક્રિયા આપી રહ્યા છે. બેંગલુરુમાં બંને ટીમો વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ વખતે બંને ટીમના ખેલાડીઓ ફૂટબોલ મેદાનમાં સામસામે આવી ગયા અને સ્થિતિ એવી બની ગઈ કે રેફરી વચ્ચે મધ્યસ્તા કરવી પડી. પરંતુ અંતે, તે વિવાદને વેગ આપનાર ભારતીય કોચ ઇગોર સ્ટિમેક પર એક્શન લેવામાં આવી અને રેફરીએ તેને રેડ કાર્ડ બતાવીને મેદાનની બહાર કાઢી મૂક્યા. આ ઘટનાનો એક વીડિયો ફૂટબોલ ફેન દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે