Gujarat Heavy Rain Alert :એક સાથે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ | Abp Asmita | 27-07-2025
Gujarat Heavy Rain Alert :એક સાથે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ | Abp Asmita | 27-07-2025
ગુજરાતમાં સક્રિય થયેલી ત્રણ વરસાદી સિસ્ટમના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. હવામાન વિભાગે સુરેન્દ્રનગર, પાટણ, અને બનાસકાંઠા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત, સાબરકાંઠા, અરવલ્લી, અને મહીસાગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અરવલ્લીમાં અતિભારે વરસાદ: મોડાસા અને માલપુરમાં જળબંબાકાર
અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં ખાસ કરીને માલપુર અને મોડાસામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મોડાસામાં રાત્રી દરમિયાન 6 ઇંચ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ઝમઝમ, આઝાદ ચોક, આઈજી પાર્ક અને અતાનગર જેવા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતાં રહીશોની ઘરવખરી પલળી ગઈ હતી. હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ પાણી ઓસરવામાં સમય લાગી રહ્યો છે.


















