Banaskantha Rain: વડગામ-દાંતીવાડામાં ધોધમાર વરસાદ, હાઈવે પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી
વડગામ પાલનપુર હાઇવે પર ધોધમાર વરસાદને લઈને પાણી ભરાઈ ગયા છે.. ગોઠણડુબ પાણી ભરાતા અનેક વાહન ચાલકો અટવાયા હતા.. હાઇવે પર પાણી ભરાતા અનેક નાના વાહનો બંધ પડી ગયા હતા.. વડગામથી પાલનપુર જતા હાઇવે પર વારંવાર પાણી ભરાય છે છતાં પાણી માટેનો કોઈ નિકાલ આવતો નથી..
છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના કુલ 181 તાલુકાઓમાં મેઘ મહેર જોવા મળી છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં નોંધાયો છે, વડગામમાં 7.52 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યના 72 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ આજે (27 જુલાઇ) પણ મેઘરાજા વહેલી સવારથી ધમાકેદાર બેટીંગ કરતાં સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન બે કલાકમાં 103 ધડબડાટી બોલાવી છે.



















