શોધખોળ કરો
Advertisement
મોહમ્મદ અઝરૂદ્દીનનો પુત્ર કઈ ટેનિસ ખેલાડીની બહેન સાથે જોવા મળ્યો, નામ જાણીને ચોંકી જશો
આઈપીએલ 2019માં સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સની મેચ દરમિયાન સાનિયા મિર્ઝા તેની બહેન અનમ મિર્ઝા સાથે મેચ જોતી જોવા મળી હતી. આ સમયે ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરૂદ્દીનનો પુત્ર અસદુદ્દીન પણ તેમની સાથે જોવા મળ્યો હતો.
નવી દિલ્હી: આઈપીએલ 2019માં સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સની મેચ દરમિયાન સાનિયા મિર્ઝા તેની બહેન અનમ મિર્ઝા સાથે મેચ જોતી જોવા મળી હતી. આ સમયે ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરૂદ્દીનનો પુત્ર અસદુદ્દીન પણ તેમની સાથે જોવા મળ્યો હતો. અનમ મિર્ઝા અને અસદુદ્દીનના સંબંધ ચર્ચામાં છે.
અનમ મિર્ઝા અને અસદુદ્દીન ટૂંક સમયમાં જ લગ્ન કરશે તેવું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળી રહ્યું છે. બંનેના પરિવારોએ આ સંબંધને પણ મંજૂરી આપી છે.
સાનિયા મિર્ઝાની બહેન અનમ 28 વર્ષની છે તેને નિશાનેબાજીમાં પોતાની કારકિર્દી બનાવવા માંગતી હતી પરંતુ બાદમાં તે ફેશન ડિઝાઈનર બની છે.
અનમની પહેલા લગ્ન નવેમ્બર 2016માં અકબર રશીદ સાથે થયા હતા. બંનેએ લાંબા સમય સુધી ડેટિંગ બાદ લગ્ન કર્યાં હતા. તેમ છતાં મે 2018માં તેના છૂટાછેડા થઈ ગયા હતાં.
મોહમ્મદ અઝહરુદ્દીનનો પુત્ર અસાદુદ્દીન 27 વર્ષનો છે અને તે લેફ્ટી બેટ્સમેન છે. તે ગોવા ક્રિકેટ ટીમમાં રમી રહ્યો છે. તેની સાથે તેઓ વકીલાત પણ કરે છે.
અસદુદ્દીન સાનિયા મિર્ઝા સાથે પણ સારી મિત્રતા ધરાવે છે. સનરાઇઝર્સ હૈદરાબાદ મેચ દરમિયાન સાનિયા મિર્ઝા અને અસદુદ્દીન સાથે જોવા મળ્યા હતાં.
અસદુદ્દીન સાનિયા મિર્ઝા અને તેના પરિવાર સાથે અનેક વખત જોવા મળી ચૂક્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement