ટીમમાં સામેલ કરેલા યુવા વિકેટીકીપર રીષભ પંત પોતાની બેટિંગના કારણે ટ્રૉલ થઇ રહ્યો છે. તાજેતરમાં પૂર્વ ક્રિકેટર અને કૉમેન્ટેટર સંજય માંજરેકરે પણ તેની બેટિંગની નિંદા કરી છે. ગુસ્સે ભરાયેલા સંજય માંજરેકરે પોતાના ટ્વીટર હેન્ડલ પર એક ટ્વીટ કરીને રીષભ પંતને આડેહાથે લીધો છે.
3/6
કૉમેન્ટેટર સંજય માંજરેકરે રીષભ પંતના આઉટ થવા પર ટ્વીટ કરતાં લખ્યું કે, જ્યારે રીષભ પંત બેટિંગ કરવા ઉતરે ત્યારે તેના કાનમાં કોઇએ એવું કહેવુ જોઇએ કે આ ટેસ્ટ મેચ છે આઇપીએલ નથી.
4/6
5/6
ઉલ્લેખનીય છે કે, ભારતનો યુવા વિકેટકીપર-બેટ્સમેન રીષભ પંત ફરીથી પોતાની જાતને સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે, નાથન લિયોને રીષભ પંતને 25 રનના અંગત સ્કૉરે ટીમ પેનના હાથમાં ઝીલાવી દીધો હતો, આ સાથે ભારતે છઠ્ઠી વિકેટ 127 રનના સ્કૉરે ગુમાવી હતી.
6/6
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચો એડિલેડ ખાતે રમાઇ રહી છે, ભારતે પ્રથમ બેટિંગ કરતાં માત્ર 250 રનના સ્કૉરે ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારતીય બેટિંગ એકદમ ખરાબ રહી પુજારાના લડાયક 123 રનથી ટીમને સન્માનજનક સ્કૉર મળ્યો હતો.