ઇંગ્લેન્ડ પ્રવાસ પર વનડે ટ્રાઈઝ સીરીઝ માટે 16 સભ્યોની ઇન્ડિયા-એ ટીમની જાહેરાત 8 મેના રોજ કરવામાં આવી હતી. ટીમ રવાના થાય તે પહેલા સંજૂ સેમસનના રિપ્લેસમેન્ટ નથી મળ્યું, પરંતુ ટૂંક સમયમાં જ કોઈ અન્ય ખેલાડીને મોકલવામાં આવશે.
2/4
સંજૂ સેમસને આઈપીએલ 2018માં 31.50ની સરેરાશ સાથે 441 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સે તેને 8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. વિજય હજારે ટ્રોફીમાં પણ તેનું પ્રદર્શન સારું રહ્યું હતું. બેંગલુરુ સ્થિતિ નેસનલ ક્રિકેટ એકેડમીના સૂત્રો અનુસાર થોડા દિવસ પહેલા જ ખેલાડીઓનો યો યો ટેસ્ટ થયો હતો.
3/4
મુંબઈ નિરરના અહેવાલ અુસાર સંજૂ સેમસન યો-યો ટેસ્ટ અંતર્ગત 16.1 સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યો, જે ભારતીય ટીમમાં સામેલ થવા માટે માપદંડ છે.
4/4
નવી દિલ્હીઃ સંજૂ સેમસન ઇંગ્લેન્ડ જનારી ઇન્ડિયા-એ ટીમમાંથી બહાર થઈ ગયા છે. બીસીસીઆઈએ યો-યો ટેસ્ટમાં ફેલ થવાને કારણે 23 વર્ષના આ બેટ્સમેનને પ્રવાસ પર જવાની ના પાડી દીધી છે. શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળ ટીમ શનિવારે દિલ્હીથી લંડન જવા રવાના થશે, પરંતુ સંજૂ નહીં જાય.