શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વિદેશી ટીમનો કેપ્ટન બન્યો આ ભારતીય ક્રિકેટર, ICCએ પણ કર્યા વખાણ
અમેરિકા અને ઓમાનને પ્રથમ વખત ઇન્ટરનેશનલ વનડે ટીમનો દરજ્જો મળ્યો છે. આઈસીસીએ બુધવારે તેની સત્તાવાર જાહેરાત કરી.
નવી દિલ્હીઃ અમેરિકા અને ઓમાનને પ્રથમ વખત ઇન્ટરનેશનલ વનડે ટીમનો દરજ્જો મળ્યો છે. આઈસીસીએ બુધવારે તેની સત્તાવાર જાહેરાત કરી. આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ લીગ-2 મેચમાં ઓમાને પોતાની ત્રણ મેચ અને અમેરિકાએ બે મેચમાં જીત નોંધાવી હતી. અમેરિકાની આ જીતમાં ભારતીય ક્રિકેટરનો મહત્ત્વનો ફાળો છે.
આઈસીસીએ ઓમાન અને અમેરિકાને વનડે ઈન્ટરનેશનલ ક્રિકેટનો દરજ્જો આપ્યા બાદ ટ્વીટર પર શુભકામના પણ પાઠવી હતી. ICCએ અમેરિકાના કેપ્ટન, ધ ફર્સ્ટ એવેન્જર્સના પોસ્ટરમાં એડિટ કરતા શુભકામના પાઠવી છે. આ સાથે જ ઓમાન ટીમનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શુભકામના પાઠવી છે.
હાલમાં અમેરિકાની ટીમના કેપ્ટન રહેલ સૌરભ નેત્રાવલકર ભારતની અંડર-19 ટીમનો ભાગ રહી ચુકેલો છે. આ 27 વર્ષિય ખેલાડીએ મુંબઈ માટે રણજી મેચ રમી છે. સાથે 2010માં થયેલા અંડર-19 વર્લ્ડકપમાં ભારત માટે રમતા તેણે ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમના કેપ્ટન જો રૂટ અને પાકિસ્તાન ખેલાડી અહમદ શહનાઝની વિકેટ પણ લીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion