જેની પ્રાસંગિકતા પર સતત સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે. આઈસીસીના સીઈઓ ડેવ રિચર્ડસને કહ્યું કે, બોર્ડે સર્વસમ્મતિથી સહમતિ વ્યક્ત કરી છે કે 2021માં ભારતમાં હવે 16 ટીમો વચ્ચે ટી-20 ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે.
2/5
તે સિવાય આઈસીસીએ 2021માં ભારતમાં યોજાનારી ચેમ્પિયન ટ્રોફીને વર્લ્ડ ટી-20માં બદલવાનો નિર્ણય લીધો છે. હવે આઠ ટીમો વચ્ચે રમાનારી આ ટૂર્નામેન્ટ ખતમ કરી દેવામાં આવી છે.
3/5
નવી દિલ્હી: આતંરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ વર્ષ 2019માં રમાનારા વિશ્વકપના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. આ વર્લ્ડકપમાં ભારત પોતાના અભિયાનની શરૂઆત પાંચ જૂનથી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ કરશે. જ્યારે કટ્ટર હરિફ પાકિસ્તાન સાથે 16 જૂને મુકાબલો થશે. આઈસીસીએ ગુરુવારે વર્લ્ડ કપ 2019નો કાર્યક્રમ ઔપચારિક રીતે જાહેર કરી દીધો છે.
4/5
વર્લ્ડકપ 2019માં ટીમ ઈન્ડિયાનો કાર્યક્રમ આ પ્રમાણે રહેશે. 1. ભારત vs દક્ષિણ આફ્રિકા (5 જૂન), 2. ભારત vs ઓસ્ટ્રેલિયા (9 જૂન), 3. ભારત vs ન્યૂઝીલેન્ડ(13 જૂન), 4. ભારત vs પાકિસ્તાન (16 જૂન), 5. ભારત vs અફગાનિસ્તાન(22 જૂન), 6. ભારત vs વેસ્ટઈન્ડિઝ ( 27 જૂન), 7. ભારત vs ઈંગ્લેન્ડ(30 જૂન), 8. ભારત vs બાંગ્લાદેશ (2 જૂલાઈ), 9. ભારત vs શ્રીલંકા(6 જુલાઈ).
5/5
વર્લ્ડ કપ 2019 ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી 14 જૂલાઈ વચ્ચે રમાશે. વર્લ્ડ કપ 2019માં કુલ 10 ટીમો ભાગ લેશે. કુલ 48 મેચો રમાશે જે લગભગ 45 દિવસ સુધી ચાલશે. પ્રથમ મુકાબલો ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે થશે.