એશિયા કપમાં આરામ કર્યા બાદ વિરાટ કોહલી ટીમમાં પરત આવીને સુકાની પદ સંભાળી શકે છે. કેદાર જાધવ હામસ્ટ્રિંગ ઈન્જરીમાંથી બહાર આવી ગયો હશે તો તેની ટીમમાં પસંદગી કરવામાં આવશે. અંબાતી રાયડૂનું સ્થાન પણ નિશ્ચિત છે.
2/5
ટીમમાં મુખ્ય વિકેટકિપર મહેન્દ્ર સિંહ ધોની જ રહેશે. પંતને ધોનીના બેકઅપ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. 2019ના વર્લ્ડકપને ધ્યાનમાં રાખી આવો ફેંસલો લેવામાં આવી શકે છે. વર્લ્ડકપ બાદ ધોનીની ગેરહાજરીમાં જવાબદારી સંભાળી શકે તેવા વિકેટકિપર બેટ્સમેનની શોધ માટે પંત સૌથી પ્રબળ દાવેદાર છે. દિનેશ કાર્તિકને ટીમમાંથી પડતો મુકવામાં આવી શકે છે.
3/5
વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં આરામ આપવામાં આવેલા ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમારને પણ વનડે ટીમમાં સ્થાન મળી શકે છે.
4/5
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના સિલેક્ટર્સની આજે સાંજે હૈદરાબાદમાં મીટિંગ મળશે. જેમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 5 મેચની વન ડે શ્રેણી માટે ટીમની જાહેરાત કરવામાં આવશે. એમએસકે પ્રસાદ, દેવાંગ ગાંધી, સરનદીપ સિંહ, જતીન પરાંજપે અને ગગન ખોડાની પસંદગી સમિતિ રિષભ પંતનો બેટ્સમેન તરીકે ટીમમાં સમાવેશ કરી શકે છે.
5/5
વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે શ્રેણી માટે ભારતીય ટીમ આ પ્રકારની હોઈ શકે છેઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, અંબાતી રાયડૂ, રિષભ પંત, એમએસ ધોની, મનીષ પાંડે, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ