શોધખોળ કરો
Advertisement
INDvNZ: જસપ્રીત બુમરાહે મેચની બીજી જ ઓવરમાં કર્યો કમાલ, બનાવ્યો વર્લ્ડકપ રેકોર્ડ
બુમરાહે વર્લ્ડકપમાં નવમી મેડન ઓવર ફેંકી હતી. વર્તમાન વર્લ્ડકપમાં કોઈપણ બોલર બુમરાહ જેટલી મેડન ઓવર ફેંકી શક્યો નથી.
માનચેસ્ટરઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાઈ રહેલી વર્લ્ડકપની પ્રથમ સેમિ ફાઈનલમાં કિવી ટીમે ટૉસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. જસપ્રીત બુમરાહે ફરી એક વખત શાનદાર બોલિંગ કરીને ટીમ ઈન્ડિયાને મજબૂત શરૂઆત કરાવી હતી. બુમરાહે ઈનિંગની બીજી ઓવર મેડન નાંખવાની સાથે જે ક્રિકેટ વર્લ્ડકપ 2019માં સૌથી વધારે મેડન ઓવર નાંખનારો બોલર બની ગયો છે.
ઈનિંગની બીજી ઓવરમાં બુમરાહના છ બોલ પર કિવી બેટ્સમેન એક પણ રન બનાવી શક્યા નહોતા. જેના કારણે તેણે આ કારનામું કર્યું હતું. બુમરાહે વર્લ્ડકપમાં નવમી મેડન ઓવર ફેંકી હતી. વર્તમાન વર્લ્ડકપમાં કોઈપણ બોલર બુમરાહ જેટલી મેડન ઓવર ફેંકી શક્યો નથી.
આ લિસ્ટમાં બીજા નંબર પર ઈંગ્લેન્ડનો જોફ્રા આર્ચર છે. તેણે 8 મેડન ઓવર ફેંકી છે. પેટ કમિન્સ અને ક્રિસ વોક્સે 6-6 મેડન ઓવર ફેંકી છે. જ્યારે આમિર, મોરિસ અને સ્ટાર્કે 5-5 મેડન ઓવર વર્લ્ડકપમાં નાંખી છે.
વર્લ્ડકપ સેમિ ફાઇનલ INDvNZ: મેદાનમાં ઉતરતાં જ ધોનીએ બનાવ્યો મોટો રેકોર્ડ, જાણો વિગત
હ્યુન્ડાઈએ ભારતમાં લોન્ચ કરી ઈલેક્ટ્રિક SUV, એક વખત ચાર્જ થયા બાદ ચાલશે 452 km
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion