શોધખોળ કરો
Advertisement
બાંગ્લાદેશના ભારત પ્રવાસ પર સંકટના વાદળો, ખેલાડીઓ કરી શકે છે હડતાળ
આ પાછળનું કારણ છેલ્લા મહિને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે લીધેલા એક નિર્ણયને માનવામાં આવી રહ્યો છે
નવી દિલ્હીઃ બાંગ્લાદેશ ક્રિકેટ ટીમનો ભારત પ્રવાસ પર શંકાના વાદળો ઘેરાયા છે. સોમવારે બાંગ્લાદેશી ક્રિકેટરોએ અચાનક એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. અહેવાલ અનુસાર, ખેલાડીઓ હડતાળ પર જવાની જાહેરાત કરી શકે છે. આ પાછળનું કારણ છેલ્લા મહિને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના એ નિર્ણયને માનવામાં આવી રહ્યો છે જેમાં બાંગ્લાદેશ પ્રીમિયર લીગના ફ્રેન્ચાઇઝ આધારિત મોડલને ખત્મ કરી દીધો છે.
એક રિપોર્ટ અનુસાર, તેનો અર્થ એ થયો કે એક સરેરાશ પ્રોફેશનલ ક્રિકેટરની કમાણી ઇતિહાસમાં સૌથી ઓછી થઇ ગઇ છે. ખેલાડીઓની નારાજગી એ સમયે વધી જ્યારે બોર્ડે આ મહિનાની શરૂઆતમાં ફર્સ્ટ ક્લાસ સ્પર્ધાની મેચ ફીમાં વધારો કર્યો નથી. પ્રોફેશનલ ખેલાડીઓ એક મહિનાથી અવાજ ઉઠાવી રહ્યા છે. બાંગ્લાદેશના ટેસ્ટ અને ટી-20 ઇન્ટરનેશનલ ટીમના કેપ્ટન શાકિબ અલ હસને બોર્ડના વલણને લઇને નારાજગી વ્યક્ત કરી હતી. હસને કહ્યું હતું કે, ખેલાડીઓ પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે અને તેમની સાથે સારો વ્યવહાર થવો જોઇએ. શાકિબની આ વાતને અનેક ખેલાડીઓએ સમર્થન આપ્યું છે પરંતુ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે આ ટીકાના વિરુદ્ધમાં કોઇ પ્રતિક્રિયા આપી નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
Advertisement