આ ઉપરાંત તેની બૉલિંગની વાત કરીએ તો આફ્રિદીએ વનડેમાં 395 વિકેટ, ટેસ્ટમાં 48 વિકેટ અને ટી-20માં 98 વિકેટ પોતાના નામે કરી છે.
2/6
3/6
4/6
શાહિદ આફ્રિદએ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો હતો. તેને પોતાના દેશ માટે રમતા 398 વનડે, 99 ટી-20 અને 27 ટેસ્ટ મેચમાં યોગદાન આપ્યું છે. વનડેમાં આફ્રિદીએ 6 સદી અને 39 અડધી સદીની મદદથી 8,064 રન બનાવ્યા છે. વળી, ટેસ્ટમાં 5 સદી અને 8 અડધી સદી ફટકારીને 1,716 રન બનાવી ચૂક્યો છે.
5/6
વિસ્ફોટક બેટ્સમેનને જ્યારે ફેન્સે ટ્વીટર પર પુછ્યું કે તમને 'બૂમ-બૂમ' નામ ક્યાં અને કેવી રીતે મળ્યું તો તેમને ટ્વીટ કરને જવાબ આપ્યો. આફ્રિદીએ ફેન્સને ટ્વીટર પર કહ્યું કે, મને 'બૂમ-બૂમ' ટાઇટલ પૂર્વ ભારતીય ક્રિકેટર રવિ શાસ્ત્રીએ આપ્યું. ઉલ્લેખનીય છે કે, હાલમાં રવિ શાસ્ત્રી ભારતીય ટીમના હેડ કૉચ છે.
6/6
નવી દિલ્હીઃ પાકિસ્તાની ઘાતક ઓલરાઇન્ડર શાહિદ આફ્રિદીએ ઘણા લાંબા સમયબાદ એક મોટો ખુલાસ કર્યો છે. આ ખુલાસો તેને પોતાના આક્રમક મિજાજને લઇને પાડેલા બૂમ બૂમ નામને લઇને કર્યો છે. લોકો તેને ક્રિકેટમાં 'બૂમ-બૂમ' આફ્રિદીના નામથી ઓળખે છે. આફ્રિદીના નામે અનેક રેકોર્ડ છે જેમાં 37 બૉલમાં સદી ફટકારવાનો રેકોર્ડ પણ સામેલ છે. હવે આફ્રિદીએ પોતાના 'બૂમ-બૂમ' નામ વિશે ખુલાસો કર્યો છે.