શોધખોળ કરો
Advertisement
આ ભારતીય બેટ્સમેને IPLમાં ફટકાર્યો સૌથી વધુ ચોગ્ગા, બનાવ્યો અનોખો રેકોર્ડ, જાણો વિગતે
શિખર ધવન આઇપીએલમાં 500 ચોગ્ગાનો આંકડો પાર કરનારો એકમાત્ર બેટ્સમેન બની ગયો છે. 33 વર્ષનો આ ખેલાડી આઇપીએલમાં અત્યાર સુધી 502 ચોગ્ગા ફટકારી ચૂક્યો છે. ધવન બાદ બીજા નંબરે ગૌતમ ગંભીરનું નામ છે જેને 492 ચોગ્ગા ફટકાર્યા છે
નવી દિલ્હીઃ આઇપીએલમાં ચાલુ સિઝનમાં દિલ્હી કેપિટલ્સ તરફથી ઓપનિંગ કરનારા દિગ્ગજ બેટ્સમેન શિખર ધવને એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. શનિવારે તેને કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ 56 રનોની (41 બૉલ, 7 ચોગ્ગા, 1 છગ્ગો) મહત્વની ઇનિંગ રમી, આમાં તેને આઇપીએલમાં 500 ચોગ્ગા મારવાનો કિર્તીમાન સ્થાપિત કર્યો હતો.
શિખર ધવન આઇપીએલમાં 500 ચોગ્ગાનો આંકડો પાર કરનારો એકમાત્ર બેટ્સમેન બની ગયો છે. 33 વર્ષનો આ ખેલાડી આઇપીએલમાં અત્યાર સુધી 502 ચોગ્ગા ફટકારી ચૂક્યો છે. ધવન બાદ બીજા નંબરે ગૌતમ ગંભીરનું નામ છે જેને 492 ચોગ્ગા ફટકાર્યા છે.
IPLમાં સર્વાધિક ચોગ્ગા...
502- શિખર ધવન
492- ગૌત્તમ ગંભીર
473 - સુરેશ રૈના
471- વિરાટ કોહલી
445- ડેવિડ વોર્નર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion