વર્ષ 1936-37માં ઓસ્ટ્રેલિયાની ટીમ ઈંગ્લેન્ડ સામેની એશિઝ સીરિઝમાં 2-0થી પાછળ રહ્યા બાદ 3-2થી વિજેતા બની હતી. આ સમયે ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન સર ડોન બ્રેડમેન હતા. જે બાદ વિશ્વની એકપણ ટીમ આ કારનામું કરી શકી નથી.
2/4
1936-37માં 0-2થી પાછળ રહ્યા બાદ કેપ્ટન બ્રેડમેને મેલબોર્નમાં 270 રનની ઈનિંગ રમી અને ઓસ્ટ્રેલિયાનો 365 રનથી વિજય થયો. જે બાદ એડિલેડમાં ઈંગ્લેન્ડને 148 રનથી હાર આપી અને મેલબોર્નમાં ફરી બ્રેડમેને જોરદાર ઈનિંગ રમી હતી. આ બંને મેચમાં બ્રેડમેને અનુક્રમે 212 અને 169 રન બનાવ્યા હતા.
3/4
જો વિરાટ સેના સાઉથેમ્પટન અને ધ ઓવલમાં ઈંગ્લેન્ડની ટીમને હાર આપશે તો આ ભારતીય ક્રિકેટ માટે ઐતિહાસિક ઉપલબ્ધિ ગણાશે. વિરાટ કોહલી વર્તમાન શ્રેણીમાં બ્રેડમેને જેવી ભૂમિકા ભજવી હતી તેવી જ ભૂમિકા ભજવી રહ્યો છે.
4/4
નવી દિલ્હીઃ વિરાટ કોહલીના કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને ટ્રેન્ટ બ્રિજમાં 203 રનથી હરાવીને ધમાકેદાર વાપસી કરી હતી. ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં ટીમ ઈન્ડિયા શરૂઆતની બંને મેચ હારીને 2-0થી પાછળ હતી. પરંતુ હવે કોહલી પાસે ક્રિકેટ વિશ્વમાં છેલ્લા 82 વર્ષમાં કોઈ ટીમે ન કર્યું હોય તેવું કારનામું કરવાનો મોકો છે.