શોધખોળ કરો
Advertisement
સૌરભ વર્માએ વિયેતનામ ઓપનનું ટાઇટલ જીત્યુ, ચીની શટલરને આપી હાર
વર્તમાન રાષ્ટ્રીય ચેમ્પિયન સૌરભે આ વર્ષે હૈદરાબાદ ઓપન અને સ્લોવેનિયાઇ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપનું ટાઇટલ જીતી ચૂક્યો છે.
નવી દિલ્હીઃ ભારતીય બેડમિન્ટન ખેલાડી સૌરભ વર્માએ રવિવારે અહી વિયેતનામ ઓપન બીડબલ્યૂએફ ટૂર સુપર 100 ટુનામેન્ટના પુરુષ સિંગલ ફાઇનલમાં ચીનના સુન ફેઇ શિયાંગને હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યું હતું. સૌરભે આ ફાઇનલ એક કલાક 12 મિનિટમાં જીતી હતી. સૌરભે શિયાંગને 21-12,17-21,21-14થી હાર આપી હતી. વર્તમાન રાષ્ટ્રીય ચેમ્પિયન સૌરભે આ વર્ષે હૈદરાબાદ ઓપન અને સ્લોવેનિયાઇ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપનું ટાઇટલ જીતી ચૂક્યો છે.
વર્લ્ડ રેન્કિંગમાં 38મું સ્થાન ધરાવતું આ ખેલાડી હવે 24થી29 સપ્ટેમ્બર સુધી રમાનારા કોરિયા ઓપન વિશ્વ ટૂર સુપર 500 ટુનામેન્ટમાં રમશે. જેની ઇનામ રાશિ ચાર લાખ ડોલર છે. સૌરભે પ્રથમ ગેમમાં દબદબાની સાથે શરૂઆત કરતા 4-0ની લીડ મેળવી છે. બ્રેકના સમયે તે 11-4થી આગળ હતો. બ્રેક બાદ તેણે આ લય બનાવી રાખી અને સ્કોરને 15-4 કરી દીધો હતો. સુને વાપસીની કોશિષ કરી હતી પરંતુ સૌરભે સરળતાથી પ્રથમ ગેમ જીતી લીધી હતી. બીજી ગેમમાં સુને શાનદાર રમત બતાવી હતી અને 8-0ની લીડ મેળવી હતી. બ્રેકના સમય તેની લીડ 11-5ની હતી. બ્રેક બાદ પણ સૌરભે સંઘર્ષ કરતા જોવા મળ્યો હતો જેનો ફાયદો ઉઠાવતા સુને પોતાના નામે કર્યો હતો. નિર્ણાયક ગેમની શરૂઆતમાં 26 વર્ષના સૌરભે 2-4થી પાછળ રહ્યા બાદ પરંતુ બ્રેક સુધી તેણે 11-7ની લીડ કાયમ રાખી હતી. મધ્યપ્રદેશના આ ખેલાડીએ છેલ્લા વર્ષે ડચ ઓપન અને કોરિયા ઓપનનું ટાઇટલ જીતી ચૂક્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
સમાચાર
ગુજરાત
દેશ
Advertisement