(Source: ECI/ABP News/ABP Majha)
ભારત સામેની સીરીઝ પહેલા ગભરાઇ ગઇ દક્ષિણ આફ્રિકાની ટીમ, લઇ લીધો આ મોટો નિર્ણય, જાણો વિગતે
દક્ષિણ આફ્રિકાએ ભારત સામે ટેસ્ટ સીરીઝ માટે પોતાના 21 સભ્યોની ટીમની જાહેરાત કરી છે, ખાસ વાત છે કે આ વખતે સાઉથ આફ્રિકાએ ભારતને હરાવવા ખાસ રણનીતિ બનાવી છે,
નવી દિલ્હીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આગામી દિવસોમાં ટેસ્ટ અને વનડે સીરીઝ શરૂ થવા જઇ રહી છે, આ પહેલા બન્ને ટીમો પોતાના ખેલાડીઓને લઇને મોટો દાંવ રમી રહી છે. ખરેખરમાં હાલમાં દક્ષિણ આફ્રિકન દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટ એમિક્રૉન કેર વર્તાવવાનુ શરુ કરી દીધુ છે, જેને ધ્યાનમાં રાખીને સીરીઝને સુરક્ષિત માહોલમાં રમાડવા માટે પ્રયાસો કરાઇ રહ્યાં છે. ભારત સાઉથ આફ્રિકામાં 3 ટેસ્ટ મેચ અને 3 વન-ડે મેચ રમશે. બન્ને દેશો વચ્ચે 26 ડિસેમ્બરથી ટેસ્ટ મેચની શરૂઆત થશે.
દક્ષિણ આફ્રિકન ક્રિકેટ ગભરાયુ-
ભારત સામેની સીરીઝ પહેલા જ સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડ એમિક્રૉન વાયરસના ખતરાને લઇને ગભરાઇ ગયુ છે, અને તેમને મોટો નિર્ણય લીધો છે. ભારત સામેની સીરીઝમાં 15 ખેલાડીઓની જગ્યાએ તેમને પોતાની ટીમ માટે 21 સભ્યોની ટીમ જાહેર કરી છે, આવુ એટલા માટે કર્યુ છે કે કેમકે એમિક્રૉનના ખતરાને લઇને કોઇ ખેલાડી સંક્રમિત થાય છે તો તેની જગ્યાએ અન્ય ખેલાડીનો બેકઅપ મળી રહે. ઉલ્લેખનીય છે કે, હાલમાં ક્રિકેટ ટીમો ચુસ્ત બાયૉ બબલ સાથે ક્રિકેટ રમી રહી છે, પરંતુ તેમ છતાં એમિક્રૉનનો ખતરો દક્ષિણ આફ્રિકન દેશોમા વધુ છે.
દક્ષિણ આફ્રિકાએ ભારત સામે ટેસ્ટ સીરીઝ માટે પોતાના 21 સભ્યોની ટીમની જાહેરાત કરી છે, ખાસ વાત છે કે આ વખતે સાઉથ આફ્રિકાએ ભારતને હરાવવા ખાસ રણનીતિ બનાવી છે, અને તે અંતર્ગત ટીમમાં પ્રથમ વખત સિસાંડા મગાલા અને રેયાન રિકેલ્ટનને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ટેસ્ટ સીરીઝ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ હશે. 2019 માં અંતિમ ટેસ્ટ મેચ રમનાર ડુઆન ઓલિવિયરને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. એટલે કે દક્ષિણ આફ્રિકાએ ભારત સામે નવા ખેલાડીઓને ચાન્સ આપીને ટેસ્ટ જીતવા પર ભાર મુક્યો છે.
ભારત વિરુદ્ધની ટેસ્ટ સીરીઝ માટે આ દક્ષિણ આફ્રિકાની 21 સભ્યોની ટીમ છે:-
ડીન એલ્ગર (કેપ્ટન), ટેમ્બા બાવુમા (વાઈસ-કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), કાગીસો રબાડા, સારેલ ઈર્વી, બ્યુરેન હેડ્રિક્સ, જ્યોર્જ લિન્ડે, કેશવ મહારાજ, લુંગી એન્ગિડી, એડેન માર્કરામ, વિઆન મુલ્ડર, એનરિચ નોર્ટજે, કીગન પીટરસન, રસી વાન ડર ડુસેન, કાયેલ વેરેયન, માર્કો જામેસન, ગ્લેન્ટન સ્ટૂમૈન, પ્રેનેલન સુબ્રાયેન, સિસાંડા મગાલા, રયાન રિકેલ્ટન, ડ્વેન ઓલિવર.
નવા શિડ્યૂલ પ્રમાણે કાર્યક્રમ-
ક્રિકેટ સાઉથ આફ્રિકા દ્વારા જાહેર કરવામાં આવેલાં નવા શિડ્યુલ મુજબ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બોક્સિંગ ડે ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરના રોજ રમવામાં આવશે. જે અગાઉ 17 ડિસેમ્બરના રોજ રમાવવાની હતી. બીજી ટેસ્ટ મેચ 3થી 7 જાન્યુઆરી 2002 દરમિયાન અને ત્રીજી ટેસ્ટ મેચ 11થી 15 જાન્યુઆરી દરમિયાન રમવામાં આવશે. પ્રથમ ટેસ્ટ મેચ સેન્યુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં, બીજી મેચ જોહાનિસબર્ગના વાંડરર્સમાં, અને ત્રીજી ટેસ્ટ મેચ કેપટાઉનમાં રમવામાં આવશે.
ત્રણ ટેસ્ટ મેચ સહિત ભારત 3 વન-ડે મેચની સીરિઝ પણ રમશે. જેમાં વન-ડે સીરિઝનું આયોજન 19થી 23 જાન્યુઆરી 2022 દરમિયાન રાખવામાં આવ્યું છે. અને સીરિઝની પ્રથમ બે વન-ડે પાર્લમાં રમવામાં આવશે, જ્યારે અંતિમ અને ત્રીજી વન-ડે કેપટાઉનમાં રમાશે. રિપોર્ટ પ્રમાણે ભારત અને દક્ષિણ આફ્રિકાની તમામ મેચોનુ લાઇવ પ્રસારણ સ્ટાર સ્પૉર્ટસ પરથી જોઇ શકાશે.
ટેસ્ટ સીરિઝનું શિડ્યુલઃ
પ્રથમ ટેસ્ટઃ 26-30 ડિસેમ્બર, સમય 1.30 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
બીજી ટેસ્ટઃ 3-7 જાન્યુઆરી, સમય 1.30 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
ત્રીજી ટેસ્ટઃ 11-15 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
વન-ડે સીરિઝનું શિડ્યુલઃ
પ્રથમ મેચઃ 19 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
બીજી મેચઃ 21 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
ત્રીજી મેચઃ 23 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)