(Source: ECI/ABP News/ABP Majha)
EURO Cup Final: સ્પેને રેકોર્ડ ચોથી વખત યુરોપિયન ચેમ્પિયનશીપ જીતી, ફાઇનલમાં ઇગ્લેન્ડને 2-1થી હરાવ્યું
સ્પેનિશ ટીમ 1964, 2008 અને 2012માં પણ યુરો કપનો ટાઇટલ જીતી ચૂકી છે.
EURO Cup Final: સ્પેને યુરો કપની ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડને 2-1થી હરાવી રેકોર્ડ ચોથી વખત યુરોપિયન ચેમ્પિયનશિપ જીતવામાં સફળતા મેળવી હતી. જર્મનીના બર્લિનમાં રવિવારે રમાયેલી રોમાંચક મેચમાં સ્પેનના ખેલાડી મિકેલ ઓયારઝાબાલે 87મી મિનિટે ગોલ ફટકાર્યો હતો. ફાઈનલ મેચની થોડી મિનિટો પહેલા આવેલા તેના ગોલને કારણે સ્પેનિશ ટીમ ફરી એકવાર ચેમ્પિયન બનીને ઉભરી હતી. સ્પેનિશ ટીમ 1964, 2008 અને 2012માં પણ યુરો કપનો ટાઇટલ જીતી ચૂકી છે.
2024 CHAMPIONS: Spain 🇪🇸#EURO2024 pic.twitter.com/8jGoI5ZSv0
— UEFA EURO 2024 (@EURO2024) July 14, 2024
ઈંગ્લેન્ડે સમગ્ર ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ફાઇનલમાં પરાજય થયો
બર્લિનના ઓલિમ્પિયાસ્ટેડિયન (1936 ઓલિમ્પિક માટે બનાવવામાં આવેલ સ્ટેડિયમ) ખાતે રમાયેલા યુરો કપની ફાઈનલની અંતિમ ક્ષણોમાં ઓયારઝાબલે માર્ક કુકુરેલાના ક્રોસને ગોલ કર્યો હતો. આ ગોલ વિજયી સાબિત થયો હતો. આ વર્ષે સમગ્ર ટુર્નામેન્ટમાં ઈંગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને એક સમયે તેમની જીત લગભગ નિશ્ચિત જણાતી હતી. યુરો કપમાં પીડાદાયક હાર બાદ ઈંગ્લેન્ડ વિશ્વની સૌથી ખરાબ પ્રદર્શન કરનારી રાષ્ટ્રીય ટીમ બની ગઈ છે.
🇪🇸 Spain are champions of Europe 🏆#EURO2024 pic.twitter.com/Ch0AF0iPWl
— UEFA EURO 2024 (@EURO2024) July 14, 2024
ફાઈનલ મેચના પ્રથમ ગોલમાં 17 વર્ષના ખેલાડીનું યોગદાન
જોકે, સ્પેને ઈંગ્લેન્ડની આશાઓ પર પાણી ફરી વળ્યું અને રેકોર્ડ ચોથું યુરોપિયન ચેમ્પિયનશિપ ટાઇટલ જીત્યું. આ સાથે 2-1થી હારી ગયેલી ઈંગ્લેન્ડની ટીમ માટે દાયકાઓથી ચાલી રહેલી પીડાદાયક રાહ ચાલુ રહેશે. એક સમયે શૂન્યથી એક ગોલથી પાછળ રહેલા ઈંગ્લેન્ડના અવેજી ખેલાડી કોલ પામરે 73મી મિનિટે બરાબરીનો ગોલ કર્યો હતો. આ પહેલા 47મી મિનિટે સ્પેનના 17 વર્ષના પ્રતિભાશાળી ફૂટબોલર લેમિન યામલના શાનદાર પાસ પર નિકો વિલિયમ્સે ફાઈનલ મેચનો પ્રથમ ગોલ કર્યો હતો.
ઇંગ્લેન્ડની પુરૂષ ટીમ યુરો કપની સતત બે સીઝનમાં અંતિમ મેચ હારી છે. 1966માં વર્લ્ડ કપનું ટાઇટલ જીત્યા બાદ ઈંગ્લેન્ડ છેલ્લા 58 વર્ષમાં કોઈ મોટી ફૂટબોલ ટુર્નામેન્ટ કે ટાઈટલ જીતી શક્યું નથી. યૂરો કપ 2024માં શાનદાર ફોર્મમાં ચાલી રહેલી ઈંગ્લેન્ડની ટીમ ફાઇનલમાં પહોંચ્યા બાદ બ્રિટિશ શાહી પરિવારના પ્રિન્સ વિલિયમ પણ મેચ જોવા આવ્યા હતા, પરંતુ તેઓ પણ નિરાશ થયા હતા. ફાઈનલ મેચમાં સ્પેનના રાજા ફેલિપ પણ હાજર રહ્યા હતા.