કોહલીએ મેચ બાદ એબી ડિવિલિયર્સેને સ્પાઇડર મેન ગણાવ્યો હતો. કોહલીએ એબી ડિવિલિયર્સેની તસવીર પોસ્ટ કરી સાથે લખ્યું કે, આજે મે લાઇવ સ્પાઇડરમેન જોયો. હૈદરાબાદ સામેની મેચમાં બેગ્લોરનો 14 રને વિજય થયો હતો.
3/5
મેચ બાદ કોહલીએ કહ્યું કે, એબીનો કેચ લેવાનો અંદાજ સ્પાઇડરમેન જેવો હતો. તમે સાધારણ માણસ તરીકે આ કેચ ના લઇ શકો. મને લાગી રહ્યું છે કે હોલ્સનો આ શોટ સિક્સ જશે પરંતુ એબીએ હવામાં ઉછળીને ગજબનો કેચ ઝડપ્યો હતો.
4/5
નવી દિલ્હીઃ રોયલ ચેલેન્જર્સ બેગ્લોરના સ્ટાર ખેલાડી એબી ડિવિલિયર્સે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે કરેલા કેચની સૌ કોઇ પ્રશંસા કરી રહ્યા છે. એબી ડિવિલિયર્સે હવામાં કૂદીને હૈદરાબાદના બેટ્સમેન એલેક્સ હોલ્સનો એક હાથે કેચ કર્યો હતો. આ કેચ જોઇને દર્શકો જ નહી પરંતુ બેગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી પણ મંત્રમુગ્ધ થઇ ગયો હતો.
5/5
218 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદના બેટ્સમેન એલેક્સ હોલ્સે મોઇન અલીના બોલ પર શોર્ટ્સ ફટકાર્યો હતો પરંતુ ડીપ મિડ વિકેટ પર ઉભેલા એબી ડિવિલિયર્સે હવામાં ઉછળીને એક હાથે કેચ ઝડપી લેતા દર્શકો ચોંકી ઉઠ્યા હતા. હોલ્સના શોર્ટને જોઇને સૌ કોઇને લાગી રહ્યું હતું કે આ સિક્સ છે પરંતુ ડિવિલિયર્સે સુપરમેનની જેમ ઉછળીને કેચ ઝડપી લીધો હતો.