ખેલાડીઓના સન્યાસને રોકવા કયા ક્રિકેટ બોર્ડે લાગુ કર્યો ત્રણ મહિનાની નૉટિસ પીરિયડનો નિયમ, જાણો કેમ
હવે ખેલાડીઓને રિટાયર થવા માટે ત્રણ મહિના પહેલા નોટિસ આપવી પડશે. આ ઉપરાંત તેને અનાપત્તિ પ્રમાણપત્ર (NOC) પ્રાપ્ત કરવા માટે છ મહિનાની રાહ પણ જોવી પડશે.
Cricket: સ્ટાર ક્રિકેટરો ક્રિકેટમાંથી સન્યાસ લઇ રહ્યાં છે, મોટાભાગના દેશના ક્રિકેટરો પોતાના બોર્ડ સામે પડીને કે પછી પોતાની જાતે સન્યાસની જાહેરાત કરતા હોય છે. પરંતુ અહીં એવી ઘટના છે કે ક્રિકેટ બોર્ડ ખુદ ક્રિકેટરોના સન્યાસથી કંટાળી ગયુ છે, અને તેને રોકવા માટે ખાસ નિયમો બનાવી લીધા છે. ખરેખરમાં આ વાત શ્રીલંકા ક્રિકેટ બોર્ડની છે, શ્રીલંકામાં છેલ્લા કેટલાક સમયથી યુવા અને સ્ટાર, અનુભવી ખેલાડીઓ ટીમ છોડીને જઇ રહ્યાં છે. આવા અચાનક સન્યાસ સામે હવે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ કડક થયુ છે, અને હવે નોટિસ પીરિયડ આપવાનો નિયમ લાગુ કર્યો છે.
ખરેખરમાં શ્રીલંકા ક્રિકેટ બોર્ડે પોતાના તમામ ખેલાડીઓના સન્યાસથી પરેશાન થઇ ચૂક્યુ છે, હવે બોર્ડે આ સંબંધમાં એક નવો નિયમ લાગુ કરી દીધો છે. હવે ખેલાડીઓને રિટાયર થવા માટે ત્રણ મહિના પહેલા નોટિસ આપવી પડશે. આ ઉપરાંત તેને અનાપત્તિ પ્રમાણપત્ર (NOC) પ્રાપ્ત કરવા માટે છ મહિનાની રાહ પણ જોવી પડશે.
શ્રીલંકા ક્રિકેટ બોર્ડ તે જ ખેલાડીઓને અન્ય દેશોની ટી20 લીગમાં રમવાની અનુમતિ આપશે જે આ પ્રૉસેસ અંતર્ગત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સન્યાસ લેશે. આ ઉપરાંત લંકા પ્રીમિયર લીગ રમવાની યોગ્યતા હાંસલ કરવા માટે પણ શ્રીલંકાના ખેલાડીઓને 80 ટકા ઘરેલુ ક્રિકેટ રમવુ પડશે.
આ પણ વાંચો----
Best Mileage Bikes: આ છે શાનદાર માઇલેજ આપતી સસ્તી Bikes, ઓછા ખર્ચમાં ચાલશે વધારે કિલોમીટર
GAIL Jobs: સરકારી નોકરી મેળવવાનો મોકો, ચીફ મેનેજર અને સીનિયર ઓફિસરની ભરતી કરી રહી છે ગેલ ઇન્ડિયા
Astrology Tips: ફટકડીના આ ઉપાયોથી દૂર થાય છે આર્થિક પરેશાની, વાસ્તુ દોષથી મળે છે છૂટકારો