શોધખોળ કરો

Ahmedabad Corona Cases: રાજ્યના આ જાણીતા શહેરમાં ફાટ્યો કોરોનાનો રાફડો, જાન્યુઆરીના 8 દિવસમાં 12 હજારથી વધુ કેસ નોંધાતા હડકંપ

Ahmedabad Covid-19 Update: મે મહિના બાદ શહેરમાં શનિવારે ૨૫૨૧ કેસ નોંધાયા છે.આ પૈકી પચાસ ટકા કેસ શહેરના પૂર્વ ઝોનમાં નોંધાયા છે.

Ahmedabad Corona Cases: ગુજરાતમાં સતત બીજા દિવસે પાંચ હજારથી વધુ નવા કોવિડ-19 કેસ નોંદાયા છે. આ દરમિયાન અમદાવાદમાં કોરોના સંક્રમણ યથાવત રહેવા પામ્યું છે. શનિવારે મે મહિના બાદ કોરોનાના નવા ૨૫૨૧ કેસ નોંધાતા નવા વર્ષમાં જાન્યુઆરીના આરંભના આઠ દિવસમાં શહેરમાં કોરોનાના ૧૨ હજારથી વધુ કેસ નોંધાવા પામ્યા છે.શનિવારે કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નથી.૫૫૯ દર્દી સાજા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.નમાર્ચ-૨૦૨૦થી અમદાવાદ શહેરમાં કોરોના મહામારી શરુ થયા બાદ ૮ જાન્યુઆરી સુધીમાં કોરોનાના કુલ કેસ ૨,૪૯,૦૧૧ના આંક સુધી પહોંચ્યા છે.૮ જાન્યુઆરી સુધીમાં ૨,૩૬,૮૫૯ દર્દી કોરોનામુકત થયા છે.

એક જ દિવસમાં કેટલા સ્થળ માઇક્રોકન્ટેઈન્મેન્ટ ઝોન મુકવામાં આવ્યા

મે મહિના બાદ શહેરમાં શનિવારે ૨૫૨૧ કેસ નોંધાયા છે.આ પૈકી પચાસ ટકા કેસ શહેરના પૂર્વ ઝોનમાં નોંધાયા છે.શહેરમાં એક જ દિવસમાં નવા ૩૬ સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.આ પૈકી ૧૧ સ્થળ પૂર્વ ઝોનના છે.એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાના પચાસ અને ઓમિક્રોનનો એક દર્દી સારવાર હેઠળ છે.શહેરના કુલ ૧૭૧ સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મ્યુનિ.તંત્રે મુકયા છે. અમદાવાદમાં અગાઉ ૧૪૧ સ્થળ મ્યુનિ.તંત્રે માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકયા હતા.શનિવારે છ સ્થળને નિયંત્રણમુકત કરી વધુ ૩૬ સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવતા શહેરના કુલ ૧૭૧ સ્થળ કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈ મ્યુનિ.દ્વારા માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.શનિવારે દક્ષિણ-પશ્ચિમ ઝોનના પાંચ સ્થળ,મધ્યઝોનના એક સ્થળ, પૂર્વ ઝોનના ૧૧ સ્થળ, પશ્ચિમ ઝોનના છ સ્થળ, દક્ષિણ ઝોનના પાંચ સ્થળ, ઉત્તર-પશ્ચિમ ઝોનના છ અને ઉત્તર ઝોનના બે સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા હતા.

શહેરમાં જાન્યુઆરીમાં નોંધાયેલા કેસ

જાન્યુઆરીના આરંભથી શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે.પહેલી જાન્યુઆરીએ શહેરમાં કોરોનાના ૫૫૯, બીજી જાન્યુઆરીએ ૩૯૬ કેસ, ત્રણ જાન્યુઆરીએ ૬૩૧ કેસ, ચાર જાન્યુઆરીએ ૧૨૯૦ કેસ,પાંચ જાન્યુઆરીએ ૧૬૩૭ કેસ, છ જાન્યુઆરીએ ૧૮૩૫ કેસ,સાત જાન્યુઆરીએ ૨૨૮૧ અને ૮ જાન્યુઆરીએ ૨૫૨૧ કેસ સાથે માત્ર આઠ દિવસમાં કોરોનાના શહેરમાં ૧૨,૧૫૦ કેસ નોંધાવા પામ્યા છે. શહેરમાં જે પ્રમાણે હાલમાં ડેલ્ટા અને ઓમિક્રોનનું સંક્રમણ વધી રહ્યુ છે એ કારણથી અમુક સ્થળોએ પરિવારના તમામ સભ્યો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે.જયાં પરિવારના તમામ સભ્યો કોરોના સંક્રમિત થયા છે એ પરિવારમાં નાના બાળકને અલગ રાખવા પડતા હોવાથી સ્થિતિ કફોડી બનતી જોવા મળે છે.

આ સ્થળ મુકાયા માઇક્રોકન્ટેઈનમેન્ટ ઝોનમાં

રોઝવુડ એસ્ટેટ જોધપુર ગામ, ગાલા સ્વીંગ જોધપુર, શ્યામતીર્થ એપાર્ટમેન્ટ સેટેલાઈટ, ઓર્ચિડ ગ્રીન ફિલ્ડ સરખેજ, અલફાતીમા રેસિડેન્સી જુહાપુરા,શિલાલેખ શાહીબાગ, સદગુરુ સાંનિધ્ય રામોલ, કર્ણાવતી એન્કલેવ ન્યૂ મણિનગર, શ્રીનંદ સિટી-૯ ન્યૂ મણિનગર, અવની હોમ્સ નિકોલ, મંગલતીર્થ સોસાયટી ભાઈપુરા, સ્વામી વિવેકાનંદ ચાર માળીયા નિકોલ, દિવ્યજીવન એલિગન્સ નિકોલ, સાંનિધ્ય બંગ્લોઝ વસ્ત્રાલ,  સીઆઈએસએફ-૧ વસ્ત્રાલ, સમૃધ્ધ ગ્રીન વસ્ત્રાલ, સરદાર પટેલ સોસાયટી વિરાટનગર, જય વિજય કુંજ સોસાયટી નારણપુરા, સ્તવન પાલડી, શરણ રેસિડેન્સી ચાંદખેડા, આઝાદ સોસાયટી નવરંગપુરા, દેવમ એપાર્ટમેન્ટ સાબરમતી, સર્વેશ એપાર્ટમેન્ટ રાણીપ, શાહઆલમ સોસાયટી દાણીલીમડા, શ્રીનાથ ફલેટ ઘોડાસર, મંગલમ ટેનામેન્ટ ઈસનપુર,અંબિકા ટેનામેન્ટ ઈસનપુર, પુષ્પાંજલિ એપાર્ટમેન્ટ કાંકરીયા, ઉમા શરણમ ગોતા, શુકન લોટસ ચાંદલોડીયા,આર્યમન બંગ્લોઝ થલતેજ, શાયોના શિખર ગોતા, અશોક વાટીકા બોપલ, ડીઓએસ કોલોની વસ્ત્રાપુર, ક્રીશન બંગ્લોઝ સરદારનગર, મહેશ્વરી સોસાયટી સરસપુરના કોરોના સંક્રમિત સ્થળને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માઈક્રોકન્ટેઈન્મેન્ટ સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

વસ્ત્રાલ,નિકોલ ઉપરાંત નરોડા,સરદારનગર,ઠકકરનગરમાં મોટી સંખ્યામાં નવા કેસ નોંધાયા

શનિવારે અમદાવાદમાં માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવેલા ૩૬ નવા સ્થળ પૈકી વસ્ત્રાલ,નિકોલ ઉપરાંત બાપુનગર,સરદાર નગર અને ઠકકરનગર સહિતના વિસ્તારમાં મોટી સંખ્યામાં નવા કેસ નોંધાયા છે.નરોડા ઉપરાંત સરદારનગર અને ઠકકરનગર વોર્ડમાં ૬૦ થી પણ વધુ કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ
'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ

વિડિઓઝ

Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ
Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : 'જેવું બોલશો એવું ભરશો'
Hun To Bolish : હું તો બોલીશ : ચરિત્રહીન કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : દેવામાં ડૂબ્યા શહેર ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ
'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
Appleએ આપી ચેતવણી, આઈફોન યુઝર્સ માટે સેફ નથી Chrome અને Google એપ
Appleએ આપી ચેતવણી, આઈફોન યુઝર્સ માટે સેફ નથી Chrome અને Google એપ
Embed widget