શોધખોળ કરો
Advertisement
શ્રીલંકાનો ખેલાડી ભૂલી ગયો કે કેવી રીતે રન આઉટ કરાય! Video જોઈને તમે પણ હસી પડશો
13મી ઓવરના બીજા બોલે સંદાકનના બોલ પર વાર્નરે સામેની તરફ શૉટ ફટકાર્યો અને બોલ સીધો સ્ટમ્પ પર ટકરાયો.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાની વચ્ચે ટી20ના બીજા મેચમાં ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 9 વિકેટે હરાવ્યું. સાથે જ ટી20 સીરીઝ પણ પોતાના નામે કરી છે. આ મેચમાં એક વખત ફરી શ્રીલંકાના બેટ્સમેનોએ ખરાબ પ્રદર્શન કર્યું. શ્રીલંકની સમગ્ર ટીમ આ મેચમાં માત્ર 117 રન બનાવી શકી હતી.
જોકે મેચ દરમિયાન એક એવી ઘટના બની જેને કોઈ કોઈ પણ હસવાનું રોકી નહીં શકે. આ મેચ દરમિયાન શ્રીલંકાના બોલર લક્ષણ સંદાકન રન આઉટ કરવાનો નિયમ જ ભૂલી ગયો.
13મી ઓવરના બીજા બોલે સંદાકનના બોલ પર વાર્નરે સામેની તરફ શૉટ ફટકાર્યો અને બોલ સીધો સ્ટમ્પ પર ટકરાયો. આ દરમિયાન સ્ટીવ સ્મિથ ક્રીઝથી ઘણો બહાર હતો. સ્મિથને ક્રીઝથી બહાર જોઈને સંદાકને બોલ પકડ્યો અને બીજા હાથેથી સ્ટમ્પ ઉખાડી દીધું. અમ્પાયરે પણ આ અપીલ પર સ્મિથને આઉટ આપ્યો. જોકે સંકાદને જે હાથે સ્ટમ્પ ઉખાડ્યું એ હાથમાં બોલન હતો. સંકાદને બોલને સ્ટમ્પને અડાડીને ઉખાડવાની હતી. બાદમાં ત્રીજા અમ્પાયરે સ્મિથને નોટ આઉટ જાહેર કર્યો.Sandakan had a golden opportunity to run out Smith! #AUSvSL pic.twitter.com/E7AsOwEjSJ
— cricket.com.au (@cricketcomau) October 30, 2019
Rip bowler.. playing street cricket..
— Naveenkumar (@naveenabv) October 30, 2019
If an international cricket doesnot know this rule, then he should not be playing this game.
— asmai (@Ruausie) October 30, 2019
— Saab Gee (@sharjeelbutt90) October 30, 2019સંકાદનનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો સંકાદનને ટ્રોલ પણ કરી રહ્યા છે. મેચમાં ઓસ્ટ્રેલિયાએ બ્રિસબેનમાં 9 વિકેટથી જીત મેળવીને સીરીઝ પોતાના નામે કરી દીધી. મેચમાં શ્રીલંકાએ પહેલા બેટિંગ કરતાં 19 ઓવરમાં 117 રન કર્યા. ડેવિડ વોર્નરે અણનમ 60 અને સ્મિથ 53 રન બનાવીને અણનમ રહ્યો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement