શોધખોળ કરો
આ બેટ્સમેને એક જ મેચમાં ફટકારી બે બેવડી સદી, 200 વર્ષમાં માત્ર બીજી વખત બની આવી ઘટના, જાણો વિગતે
1/4

એન્જેલો પરેરાએ જુલાઈ 2013માં શ્રીલંકા તરફથી વન ડે ડેબ્યૂ કર્યું હતું. તેણે કુલ ચાર મેચ રમી છે. જેમાં 8 રન બનાવ્યા છે. જ્યારે તે જ વર્ષે ટી-20 ઇન્ટરનેશલમાં ડેબ્યૂ કરીને બે મેચમાં ચાર નોંધાવ્યા છે. પરેરા પાસે 97 ફર્સ્ટ ક્લાસ મેચનો અનુભવ છે. જેમાં તેણે 18 સદી અને 47.54ની સરેરાશથી 6941 રન બનાવ્યા છે.
2/4

શ્રીલંકાના એન્જેલો પરેરાએ નોન્ડેસ્ક્રિપ્ટ્સ ક્રિકેટ ક્લબ વતી રમતા ચાર દિવસીય મેચમાં બે બેવડી સદી ફટકારી હતી. 28 વર્ષીય પરેરાએ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટમાં સિંહાલીસ સ્પોર્ટ્સ ક્લબ સામે પ્રથમ ઈનિંગમાં 203 બોલમાં 201 અને બીજી ઈનિંગમાં 268 બોલમાં 231 રન ફટકાર્યા હતા.
Published at : 04 Feb 2019 07:57 PM (IST)
View More





















