દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ મેચ દરમિયાન બોલ ટેમ્પરિંગના મામલામાં ઓસ્ટ્રેલિયાના ત્રણ ખેલાડીઓ સ્મિથ, વોર્નર અને બેનક્રોફ્ટ પર પ્રતિબંધ લગાવ્યો હતો. સ્મિથ અને વોર્નર પર એક વર્ષનો અને બેનક્રોફ્ટ પર નવ મહિનાનો પ્રતિબંધ લગાવ્યો હતો.
2/3
ઇએસપીએનના અહેવાલ પ્રમામે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના વચગાળના ચેરમેન અર્લ એડિંગ્સનું કહેવું છે કે પ્રતિબંધ ઓછો કરવાથી ખેલાડીઓ અને ઓસ્ટ્રેલિયન ટીમ ઉપર દબાણ વધી શકે છે. આથી પ્રતિબંધ ઓછો કરવાનો કોઈ ઇરાદો નથી. આ નિર્ણયથી ઓસ્ટ્રેલિયા ક્રિકેટર્સ એસોસિયેશન (એસીએ) નિરાશ થઈ શકે છે. ખેલાડીઓનો પ્રતિબંધ ઓછો કરવાના પ્રસ્તાવ રાખવા પર સીએ તેમનો આભાર માને છે. આ ત્રણના ના રમવાથી ઓસ્ટ્રેલિયાએ ભારત સામે પરાજયનો પણ સામનો કરવો પડી શકે છે. આમ છતા પ્રતિબંધ દુર કર્યો નથી.
3/3
નવી દિલ્હીઃ બોલ ટેમ્પરિંગ મામલે સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પર એક વર્ષનો જ્યારે કેમરૂ બેનક્રોફ્ટ પર 9 મહિનાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મંગળવારે આ ત્રણેયની સજા પર રિવ્યૂ કરવામાં આવ્યો પરંતુ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફતી કોઈ નરમ વલણ અપનાવવામાં આવ્યું નહીં અને ત્રણેય પ્રતિબંધ જાળવી રાખવામાં આવ્યો છે. જેથી એક વાત નક્કી થઈ ગઈ છે કે આ ત્રણેય ભારત સામે રમશે નહીં.