શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સતત 10 વખત ફિક્ટી નોંધાવતાની સાથે જ સ્ટીવ સ્મિથે રચ્યો ઇતિહાસ, અનેક મોટા રેકોર્ડ્સ તોડ્યા
સ્મિથે એશિઝમાં સતત 10 અડધી સદી પોતાના નામે નોંધાવી કોઈ એક ટીમ સામે સતત 10 ટેસ્ટ અડધી સદી નોંધાવનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બની ગયો છે.
નવી દિલ્હી: ઇંગ્લેન્ડના બોલર ચેક લીચની બોલ પર છગ્ગો ફટકારતાની સાથે જ સ્મિથે એશિઝમાં સતત 10 અડધી સદી પોતાના નામે નોંધાવી દીધી છે. આ સાથે જ 30 વર્ષીય સ્મિથે કોઈ એક ટીમ સામે સતત 10 ટેસ્ટ અડધી સદી નોંધાવનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બની ગયો છે.
સ્મિથે પાકિસ્તાના ઇઝમામ-ઉલ-હક(ઇંગ્લેન્ડ સામે સતત 9 વખત 50થી વધુનો સ્કોર)નો રેકોર્ડ તોડી દીધો છે. તેના બાદ વેસ્ટ ઈન્ડિઝના ક્વાઈલ લૉયડ (ઇંગ્લેન્ડ સામે સતત 9 વખત) અને દક્ષિણ આફ્રિકાના જેક્સ કેલિસ (પાકિસ્તાન સામે સતત 8 વખત 50થી વધુનો સ્કોર)નંબર આવે છે.
બોલ ટેમ્પરિંગ વિવાદમાં એક વર્ષના પ્રતિબંધ બાદ આતંરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી રહેલા સ્મિથે વર્ષ 2019માં સૌથી વધુ 50થી ટેસ્ટ સ્કોરનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. સ્મિથે દક્ષિણ આફ્રિકાના ક્વિંટન ડી કૉકને પાછળ છોડતા આ વર્ષે જ 7 ઇનિંગમાં પાંચ વખત 50 પ્લસનો સ્કોર બનાવ્યો છે.
સ્ટીવ સ્મિથે ઇંગ્લેન્ડ સામે એક ટેસ્ટ સીરીઝમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. 715 રન બનાવતા જે તેણે દક્ષિણ આફ્રિકાના ગ્રીમ સ્મિથનો રેકોર્ડ પણ તોડી દીધો છે. તેણે 2003માં ઇંગ્લેન્ડ સામે 714 રન બનાવ્યા હતા.
સ્ટીવ સ્મિથે આ એશિઝ સીરિઝમાં 700 રન પણ પૂરા કરી લીધા છે. તેણે બીજી વખત એક ટેસ્ટ સીરિઝમાં 700 કે તેથી વધુ રન બનાવ્યા છે. તે સર એવર્ટન વીક્સ, સુનીલ ગાવસ્કર અને બ્રાયન લારાની બરાબરી કરી લીધી. આ રેકોર્ડ ડૉન બ્રેડમેનના નામે છે જેણે 5 વખત ટેસ્ટ સીરીઝમાં 700થીવધુ રન બનાવ્યા હતા.
IND vs SA: ધર્મશાળા T20માં વિરાટ કોહલી તોડી શકે છે રોહિત શર્માનો આ મોટો રેકોર્ડ, જાણો વિગત
મુખ્ય પસંદગીકારે કયા કારણો આપીને હાર્દિક પંડ્યાને ટેસ્ટ ટીમની બહાર રાખ્યો, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
બિઝનેસ
દુનિયા
સ્પોર્ટ્સ
Advertisement
gujarati.abplive.com
Opinion