શોધખોળ કરો
Syed Mushtaq Ali Trophy: ફાઈનલમાં પહોંચી તમિલનાડુની ટીમ, સેમીફાઈનલમાં રાજસ્થાનને સાત વિકેટથી હરાવ્યું
તમિલનાડુએ સેમીફાઈનલમાં સાત વિકેટથી જીત મેળવી હતી. તમિલનાડુ તરફથી સૌથી વધુ રન અરુણ કાર્તિકે બનાવ્યા હતા

Syed Mushtaq Ali Trophy: સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં તમિલનાડુની ટીમ સતત બીજા વર્ષે ફાઈનલમાં પહોંચી છે. સેમીફાઈનલમાં તમિલનાડુએ રાજસ્થાનને હરાવી ફાઈલમાં જગ્યા બનાવી લીધી છે. તમિલનાડુએ સેમીફાઈનલમાં સાત વિકેટથી જીત મેળવી હતી. તમિલનાડુ તરફથી સૌથી વધુ રન અરુણ કાર્તિકે બનાવ્યા હતા. તેણે અણનમ 89 રન બનાવ્યા હતા. આ મેચ પહેલા પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાનની ટીમે 154 રન બનાવ્યા હતા. તમિલનાડુની ટીમે ટાર્ગેટને 18.4 ઓવરમાં જ ચેઝ કરી લીધો હતો. આજે જ બીજી સેમીફાઈનલ મેચ પંજાબ અને વડોદરા વચ્ચે રમાઈ રહી છે. જેમાંથી જે ટીમ જીતશે તે ફાઈનલમાં તમિલનાડુ સાથે ટકરાશે.
વધુ વાંચો





















