આજની મેચમાં ભારતને પછાડવા પાકિસ્તાને ખેલ્યો મોટો દાવ, જાણીને ચોંકી જશો તમે પણ, જાણો વિગતે
રિપોર્ટ છે કે, પાકિસ્તાને એક બે નહીં પરંતુ ત્રણ ખેલાડીઓ મેચમાં ફિનિશર તરીકે રમવા માટે જવાબદારી સોંપી છે.
![આજની મેચમાં ભારતને પછાડવા પાકિસ્તાને ખેલ્યો મોટો દાવ, જાણીને ચોંકી જશો તમે પણ, જાણો વિગતે T20 WC 2021, Three cricketers would be play role of finisher for Pakistan team against india આજની મેચમાં ભારતને પછાડવા પાકિસ્તાને ખેલ્યો મોટો દાવ, જાણીને ચોંકી જશો તમે પણ, જાણો વિગતે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/24/6938135a58cff74aace0c09a8eb2bd8d_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Pakistan Playing 11: આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇપ્રૉફાઇન મુકાબલો રમાશે. બન્ને ટીમો આ મેચને વર્લ્ડકપ ફાઇનલ કરતાં પણ વધુ મહત્વની સમજે છે. જોકે ખાસ વાત છે કે, ભારતીય ટીમ આજ સુધી વર્લ્ડકપ ઇતિહાસમાં ક્યારેય પાકિસ્તાની ટીમ સામે હાર્યુ નથી, અને પાકિસ્તાનને ક્યારેય જીત મળી શકી નથી. જેથી આજની મેચમાં પાકિસ્તાની ટીમે ભારતને હરાવવા મોટો દાવ ખેલ્યો છે. રિપોર્ટ છે કે, પાકિસ્તાને એક બે નહીં પરંતુ ત્રણ ખેલાડીઓ મેચમાં ફિનિશર તરીકે રમવા માટે જવાબદારી સોંપી છે. રિપોર્ટ છે કે, પાકિસ્તાને ભારતને ટી20 વર્લ્ડકપમાં પછાડવા માટે નવી તૈયારીઓના ભાગ રૂપે ત્રણ ખેલાડીઓને ફિનિશરનો રૉલ આપ્યો છે. જાણો કેવી છે પાકિસ્તાનની પ્લેઇંગ ઇલેવન...........
બાબર અને રિઝવાનનો જોડી કરશે ઓપનિંગ-
એ તો સ્પષ્ટ છે કે ભારત વિરુદ્ધ કેપ્ટન બાબર આઝામ અને વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન ઓપનિંગ કરશે. વળી, ફખર ઝમાન ત્રણ નંબર પર બેટિંગમાં ઉતરશે. સોમવારે વેસ્ટ ઇન્ડિઝ સામે વોર્મ અપ મેચમાં પણ આ ત્રણેય ખેલાડીઓએ બેટિંગ કરી હતી. આ પછી અનુભવી બેટ્સમેન મોહમ્મદ હાફિઝ ચાર નંબર પર આવ્યો અને શોએબ મલિક પાંચ નંબર પર રમ્યો હતો.
ફિનિશરનો રૉલ કરશે આ ત્રણેય ખેલાડી-
ભારતને પછાડવા માટે પાકિસ્તાને મોટો દાવ ખેલ્યો છે, એટલે કે ખાસ પ્લાન બનાવ્યો છે વિસ્ફોટક બેટ્સમેન આસિફ અલી, ઓલરાઉન્ડર ઇમાદ વસીમ અને શાદાબ ખાને ફિનિશરના રૉલમાં રમવાનુ કહેવામાં આવ્યુ છે, ટીમે આ ત્રણેય ખેલાડીઓને મેદાન પર ભારતને હરાવવા માટે ફિનિશરની ભૂમિકામાં બેટિંગ કરવાનુ કહી દીધુ છે. વળી, ફાસ્ટ બૉલિંગ વિભાગમાં હસન અલી, હારિસ રઉફ અને શાહીન શાહ આફ્રિદીને ધારદાર બૉલિંગ કરવાનુ પણ કહેવામાં આવ્યુ છે.
પાકિસ્તાનની પ્લેઇંગ ઇલેવન-
બાબર આઝમ (કેપ્ટન)
આસિફ અલી
ફકર જમાન
હૈદર અલી
મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર)
ઇમાદ વસીમ
મોહમ્મદ હાફીઝ
શાદાબ ખાન
શોએબ મલિક
હરીશ રાઉફ
હસન અલી
શાહીન શાહ આફ્રિદી
પાકિસ્તાનની 15 સભ્યોની ફૂલ સ્ક્વૉડ-
બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન (ઉપકેપ્ટન), આસિફ અલી, ફખર ઝમાન, હૈદર અલી, હારિસ રાઉફ, હસન અલી, ઇમાદ વસીમ, મોહમ્મદ હાફિઝ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝાવાન (વિકેટકીપર), મોહમ્મદ વસીમ જૂનિયર, સરફરાજ અહેમદ (વિકેટકીપર), શાહિન શાહ આફ્રિદી, શોએબ મલિક.
રિઝર્વ ખેલાડી-
ખુશદિલ શાહ, શાહનવાઝ દહાની, ઉસ્માન કાદિર.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)