શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
T20 વર્લ્ડકપના આયોજન પર સ્થિતિ હજુ સ્પષ્ટ નથી, ઑસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડે આપ્યું આ નિવેદન
આઈસીસી વર્લ્ડકપને લઈ કોઈ પણ નિર્ણય ઉતાવળે લેવા નથી માંગતુ આઈસીસી પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે, વર્લ્ડકપના આયોજન માટે તે ઓગસ્ટ સુધી સ્થિતિ સુધરવાની રાહ જોઈ રહ્યું છે.
નવી દિલ્હી: ઑસ્ટ્રેલિયામાં યોજાનાર ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ પર મહામારીના કારણે સંકટના વાદળો મંડરાઈ રહ્યાં છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પ્રમુખે પણ માન્યું છે કે, હાલની પ્રસ્થિતિને જોતાં ટી-20 વર્લ્ડકપના આયોજનને લઈને કંઈ પણ કહી શકાય નહીં.
ઑસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડેના પ્રમુખ કેવિન રોબર્ટ્સે કહ્યું કે, ”આઈસીસી ટી-20 વર્લ્ડકપને લઈને સ્થિતિ સ્પષ્ટ નથી. વર્લ્ડકપ માટે આ વર્ષના અંતમાં 16 ટીમો ઓસ્ટ્રેલિયા આવવાની છે. જો કે અમારા માટે સ્થિતિ સ્પષ્ટ નથી. જેમ જેમ પરિસ્થિતિ સુધરે છે, આપ કંઈ પણ કહી શકતા નથી કે શું થશે.”
જો કે, આઈસીસી વર્લ્ડકપને લઈ કોઈ પણ નિર્ણય ઉતાવળે લેવા નથી માંગતુ આઈસીસી પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે, વર્લ્ડકપના આયોજન માટે તે ઓગસ્ટ સુધી સ્થિતિ સુધરવાની રાહ જોઈ રહ્યું છે.
જ્યારે રોબર્ટ્સે ભારત સાથે યોજાનારી દ્વિપક્ષીય સીરીઝની યજમાની પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયામાં ચાર મેચોની ટેસ્ટ સીરિઝ રમવાની છે. રોબર્ટ્સે કહ્યું, “મને લાગે છે કે, હાલના સમયે નિશ્ચિતતા જેવી કોઈ વસ્તુ નથી તેથી હું એ નથી કહી શકતો કે 10માંથી 10, પરંતુ તેની સંભાવના 10માંથી 9 અંક બરાબર છે. ”
જો કે, એ સ્પષ્ટ કહી શકાય નહીં કે સીરિઝનું આયોજન મેદાન પર દર્શકો સાથે થશે કે નહીં. પરંતુ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આર્થિક નુકસાનની ભરપાઈ માટે આ સીરિઝનું આયોજન કરવા માંગે છે. ઓસ્ટ્રેલિયાનેઆ સીરિઝના આયોજનથી 30 કરોડ ડૉલરની કમાણી થવાની આશા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion