શોધખોળ કરો

ન્યૂઝીલેન્ડને મોટો ફટકો, ફાઇનલ સુધી પહોંચાડનારો આ ઘાતક ખેલાડી આજની ફાઇનલમાં નહીં રમે, જાણો શું છે કારણ

આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021ની ફાઇનલમાં હવે ન્યૂઝીલેન્ડની સામે ઓસ્ટ્રેલિયાની ટીમ ટકરશે. ફરી એકવાર બન્ને કટ્ટર હરિફો ફાઇનલમાં ટકરાશે,

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે દુબઇમાં ટી20 વર્લ્ડકપ 2021ની ફાઇનલ મેચ રમાશે. આ પહેલા ન્યૂઝીલેન્ડની ટીમને મોટો ફટકો લાગ્યો છે. રિપોર્ટ છે કે સેમિ ફાઇનલમાં તાબડતોડ બેટિંગ કરીને ટીમને સેમિ ફાઇનલમાં પહોંચાડવામાં મોટી ભૂમિકા ભજનવારો ડેવૉન કૉનવે આજની મેચમાંથી બહાર થઇ ગયો છે, ડેવૉન કૉનવે આજે ઓસ્ટ્રેલિયા સામે નહીં રમી શકે. રિપોર્ટ છે કે, ન્યૂઝીલેન્ડનો સ્ટાર બેટ્સમેન ડેવૉન કૉનવે ઇજાગ્રસ્ત થયો છે. 

આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021ની ફાઇનલમાં હવે ન્યૂઝીલેન્ડની સામે ઓસ્ટ્રેલિયાની ટીમ ટકરશે. ફરી એકવાર બન્ને કટ્ટર હરિફો ફાઇનલમાં ટકરાશે, આ પહેલા બન્ને ટીમો વર્ષ 2015ના વનડે વર્લ્ડકપમાં ફાઇનલમાં આમને સામને થઇ હતી, અને ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બન્યુ હતુ. ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા સામે આ હારનો બદલો લેવાના મૂડમાં છે ત્યારે જ તેના માથે મોટી આફત આવીને ઉભી રહી ગઇ છે. રિપોર્ટ છે કે, ન્યૂઝીલેન્ડનો સ્ટાર બેટ્સમેન ડેવૉન કૉનવે ઇજાગ્રસ્ત થયો છે. 

કીવી ટીમનો સ્ટાર બેટ્સમેન ડેવૉન કૉનવેને હાથમાં ઇજા થઇ છે, જેના કારણે તે ટી20 વર્લ્ડકપની ફાઇનલ મેચ નહીં રમી શકે. ફાઇનલ મેચ આગામી 14મી નવેમ્બરે દુબઇના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ન્યુઝીલેન્ડ માટે માઠા સમાચાર છે કે, ડેવૉન કૉનવે ફાઈનલમાં નહીં રમે કેમ કે ઇંગ્લેન્ડ સામેની સેમી ફાઈનલમાં આઉટ થયા બાદ તેને ગુસ્સા આવી જઇને બેટ પર હાથ મારતાં તેને ફ્રેક્ચર થયુ હતુ. ખાસ વાત છે કે, 

સેમિ ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડને હરાવીને ન્યૂઝીલેન્ડની ટીમ પહેલાથી ફાઇનલમાં જગ્યા બનાવી ચૂકી છે, આ મેચમાં કૉનવેએ તાબડતોડ બેટિંગ કરતાં 38 બૉલમાં 46 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી, જેમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગો સામેલ હતો. જોકે ટીમની જીત થાય તે પહેલા આઉટ થઇને તેને પેવેલિયન જવુ પડ્યુ હતુ, આ વાતથી તે ખુબ ગુસ્સે ભરાયો હતો અને હાથ બેટ પર મારતા ઇજા થઇ હતી. આ વાતની પુષ્ટી હવે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી કરી  છે.

પ્રથમ સેમિ ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને ન્યૂઝીલેન્ડે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, અને બીજી સેમિ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને હરાવીને બીજી ટીમ તરીકે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, આ બન્ને ટીમો હવે આગામી 14 નવેમ્બરે દુબઇના મેદાનમાં ટી20 વર્લ્ડ ચેમ્પિયન બનવા ટકરાશે.

ન્યૂઝીલેન્ડને મોટો ફટકો, ફાઇનલ સુધી પહોંચાડનારો આ ઘાતક ખેલાડી આજની ફાઇનલમાં નહીં રમે, જાણો શું છે કારણ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget