T20 World Cup 2021 Schedule: ICC આજે કરશે ટી20 વર્લ્ડકપના શિડ્યૂલની જાહેરાત
આજે એક ડિજીટલ શૉમાં ટી20 વર્લ્ડકપના શિડ્યૂલની જાહેરાત કવરામાં આવશે. ટી20 વર્લ્ડકપને લઇને બે અલગ અલગ ગૃપ અેન તેમા સામેલ ટીમોને લઇને પહેલાથી જ જાહેરાત થઇ ચૂકી છે.
T20 World Cup 2021 Schedule: આંતરરાષ્ટ્રીય ક્રિેકટ કાઉન્સિલ (ICC) આજે સવારે 10:30 વાગ્યાથી આગામી ટી20 વર્લ્ડકપન કાર્યક્રમની જાહેરાત કરશે. ટી20 વર્લ્ડકપ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી યુએઇ અને ઓમાનમાં રમાવવાનો છે. ICCએ બતાવ્યુ કે, આજે એક ડિજીટલ શૉમાં ટી20 વર્લ્ડકપના શિડ્યૂલની જાહેરાત કવરામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ટી20 વર્લ્ડકપને લઇને બે અલગ અલગ ગૃપ અેન તેમા સામેલ ટીમોને લઇને પહેલાથી જ જાહેરાત થઇ ચૂકી છે.
ગૃપ 1 અને ગૃપ 2 બન્નેને મળીને કુલ આઠ ટીમો પહેલાથી સુપર 12માં પોતાની જગ્યા બનાવી ચૂકી છે. હવે સુપર 12માં જગ્યા બનાવવા માટે આઠ ટીમો પહેલા રાઉન્ડમાં મુકાબલો કરતી દેખાશે. આમાં આયરલેન્ડ, નેધરલેન્ડ, નામિબિયા અને શ્રીલંકાને ગૃપ એમાં રાખવામાં આવ્યા છે જ્યારે ઓમાન, પપુઆ ન્યૂ ગિની (PNG), સ્કૉરલેન્ડ અને બાંગ્લાદેશને ગૃપ બીમાં રાખવામાં આવ્યા છે. બન્ને ગૃપની ટૉપ બે ટીમો બાકીની આઠ ટીમ સાથે મળીને બીજા રાઉન્ડમાં ભાગ લેશે.
યુએઈમાં આ વર્ષે 17 ઓક્ટોબરથી ટી 20 વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે. આ દરમિયાન તમામની નજર ભારત-પાકિસ્તાન મેચ પર રહેશે. બંને દેશોના ક્રિકેટ ચાહકો લાંબા સમય બાદ આ મેચને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.
ગૃપ 2માં છે ભારતીય ટીમ-
ભારતને ટી20 વર્લ્ડકપ માટે પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની સાથે ગૃપ 2માં રાખવામાં આવ્યુ છે. પહેલા રાઉન્ડ બાદ આમાં ગૃપ બીની વિજેતા ટીમ અને ગૃપ એની રનર અપ ટીમ પણ સામેલ થઇ જશે.
ગૃપ 1ની ટીમો-
વળી, ગૃપ 1મા વેસ્ટ ઇન્ડિઝ, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમ સામેલ છે. પહેલા રાઉન્ડ બાદ આમાં ગૃપ એની વિજેતા ટીમ અને ગૃપની રનર અપ ટીમ પણ સામેલ થઇ જશે.