આજે અફઘાનિસ્તાન ન્યૂઝીલેન્ડ સામે જીતશે તો પણ ભારત ફેંકાઇ જશે, ટીમ ઇન્ડિયાના માથે આવી આ મોટી મુશ્કેલી, જાણો ક્યાં ફસાયો છે દાવ...........
આ મેચમાં ભારતીય ટીમને ત્રણ પરિબળો પર ખાસ નજર રાખવી પડશે. એક અફઘાનિસ્તાની જીત, બીજી અફઘાનિસ્તાનની નેટ રનરેટ અને ત્રીજી ભારતની નામિબિયા સામેની શાનદાર જીત.
નવી દિલ્હીઃ આજે આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021માં અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાવવાની છે, આ મેચમાં ભારતીય ટીમને ત્રણ પરિબળો પર ખાસ નજર રાખવી પડશે. એક અફઘાનિસ્તાની જીત, બીજી અફઘાનિસ્તાનની નેટ રનરેટ અને ત્રીજી ભારતની નામિબિયા સામેની શાનદાર જીત. જો આ ત્રણેય વસ્તુઓ ભારતના પક્ષમાં રહેશે તો જ ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં ટકી શકશે. આજે બપોરે અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી20 વર્લ્ડકપની મહત્વની મેચ રમાશે. આ મેચમાં જો અફઘાનિસ્તાનની ટીમ જીતી જશે તો પણ ભારત માટે ખતરો છે. જાણો કઇ રીતે............
આજે સુપર 12માં ગૃપ 2ની મેચ અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ બપોરે 3.30 વાગે શેખ જાયેદ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ એક સાથે ત્રણ ત્રણ ટીમો માટે મહત્વની છે, કેમ કે સેમિ ફાઇનલમાં પહોંચવા માટે આજની મેચમાં અફઘાનિસ્તાનને જીતની જરૂર છે, અને ન્યૂઝીલેન્ડને પણ જીતની જરૂર છે, જો ન્યૂઝીલેન્ડ જીતી જશે તે તે પાકિસ્તાનની સાથે સાથે સીધી સેમિ ફાઇનલમાં પહોંચી જશે, પણ જો ન્યૂઝીલેન્ડ હારી જશે તો ભારત અને અફઘાનિસ્તાનની આશા જીવંત થઇ જશે. એટલે આજની મેચ ભારતીય ટીમ માટે ખુબ મહત્વની છે.
સેમી ફાઇનલમાં પહોંચવા માટેનું સમીકરણ:
પાકિસ્તાનની ટીમ ચાર મેચ જીતીને આઠ પોઈન્ટ સાથે પહેલાથી જ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ હાલમાં (+1.277) નેટ રનરેટથી બીજા સ્થાન માટે પ્રબળ દાવેદાર છે. જો કે ભારતીય ટીમનો રન રેટ હવે વધીને +1.62 થઈ ગયો છે જે અફઘાનિસ્તાન (+1.481) અને ન્યુઝીલેન્ડ (+1.277) બંને કરતા વધારે છે, પરંતુ પોઈન્ટની દ્રષ્ટિએ ટીમ ઈન્ડિયા હજુ પણ ન્યુઝીલેન્ડથી પાછળ છે.
જો ભારત હવે સેમીફાઈનલમાં પહોંચવા ઈચ્છે છે તો તેણે આશા રાખવી પડશે કે અફઘાનિસ્તાનની ટીમ ન્યુઝીલેન્ડને હરાવે, અને અફઘાનિસ્તાનનો નેટ રનરેટ ઓછો રહે, જો અફઘાનિસ્તાનનો રન રેટ વધી જશે તો ભારતીય ટીમે નામિબિયાને વધુ માર્જિનથી હરાવીને રનરેટમાં વધારો કરવો પડશે, જો ભારતીય નામિબિયા સામે જીતશે પરંતુ નેટ રનરેટમાં વધારો નહીં કરી શકે તો ટીમ ઇન્ડિયા સેમિ ફાઇનલની રેસમાંથી ઓટોમેટિક નીકળી જશે.
ખાસ વાત છે કે, જો આજે અફઘાનિસ્તાન આજે ન્યૂઝીલેન્ડને હરાવશે, અને આવતીકાલે ભારતીય ટીમ નામિબિયાને હરાવશે તો પૉઇન્ટ ટેબલમાં ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન અને ભારત ત્રણેય એક સરખા 6-6-6 પૉઇન્ટ સાથે આવી જશે. આવી સ્થિતિમાં નેટ રનરેટથી સેમિ ફાઇનલની ટીમ નક્કી થશે.