T20 WC: મેચ દરમિયાન એમ્પાયરે કરી એવી ભૂલ કે આઇસીસીએ તેને ટી20 વર્લ્ડકપમાંથી જ કાઢી મુક્યા, જાણો શું છે મામલો
આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સર્વશ્રેષ્ઠ એમ્પાયરમાના એક માઇકલ ગૉને આઇસીસીના બાયૉ બબલ સુરક્ષા સમિતિએ યુએઇમાં કોરોના બાયૉ બબલનુ ઉલ્લંઘનના દોષી ઠેરવ્યા છે.
Action against Michael Gough: હાલમાં દુબઇની પીચો પર આઇસીસી ટી20 વર્લ્ડકપની મેચો રમાઇ રહી છે. આઇસીસીએ આ ટી20 વર્લ્ડકપમાં કેટલાક ખાસ નિયમો બનાવ્યા છે, જેનુ પાલન કરવુ બધા માટે ફરજિયાત છે, અને જો કોઇ ખેલાડી, એમ્પાયર કે સ્ટાફ તેનુ ઉલ્લંઘન કરે છે, તો તેને આઇસીસી સજા આપી શકે છે. હવે આવી જ એક જ એક સભાનો ભોગ ઇંગ્લેન્ડના દિગ્ગજ એમ્પાયર માઇકલ ગૉને મળી છે. આઇસીસીએ માઇકલ ગૉને ટી20 વર્લ્ડકપની એમ્પાયરિંગ કરવામાંથી હવે કાઢી મુક્યા છે, એટલે કે તે હવે ટી20 વર્લ્ડકપમાં આગળની કોઇ પણ મેચમાં એમ્પાયરિંગ નહીં કરી શકે. રિપોર્ટ છે કે, ટી20 વર્લ્ડકપમાં એમ્પાયર માઇકલ ગૉએ બાયૉ બબલનુ કથિત રીતે ઉલ્લંઘન કર્યુ છે, અને તે દોષી પણ ઠર્યા છે. જેના કારણે માઇકલ ગૉ પર છ દિવસનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જોકે, હવે આ સજામાં આઇસીસીએ વધારો કરી દીધો છે. આઇસીસીએ માઇકલ ગૉ પર હવે પુરુષોના ટી20 વર્લ્ડકપ દરમિયાન તમામ મેચો પર પ્રતિબંધ લગાવી દીધો છે.
આઇસીસી તરફથી જાહેર કરાયેલા આદેશ અનુસાર, એમ્પાયર માઇકલ ગૉ હવે ટી20 વર્લ્ડકપ 2021ની કોઇપણ મેચમાં એમ્પાયરિંગ નહીં કરી શકે. તેમના પર કાર્યવાહી બાયૉ બબલના કથિત ઉલ્લંઘનના કારણે કરવામાં આવી છે. હાલ તેઓ આઇસૉલેશનમાં છે.
Umpire Michael Gough will not be appointed to any further matches during the ICC Men’s T20 World Cup 2021 following a breach of the bio-security protocols: ICC pic.twitter.com/76A8sgUY8y
— ANI (@ANI) November 3, 2021
‘ધ ડેલી મિરર’ના રિપોર્ટ અનુસાર, ડરહમના પૂર્વ બેટ્સમેન અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સર્વશ્રેષ્ઠ એમ્પાયરમાના એક માઇકલ ગૉને આઇસીસીના બાયૉ બબલ સુરક્ષા સમિતિએ યુએઇમાં કોરોના બાયૉ બબલનુ ઉલ્લંઘનના દોષી ઠેરવ્યા છે. ખરેખરમાં, માઇકલ ગૉ પોતાની હૉટલમાંથી ટૂર્નામેન્ટના બાયૉ બબલની બહાર કેટલાક વ્યક્તિઓને મળવા કઇને કહ્યા વિના જતા રહ્યાં હતા. જે પછી તેમને બાયૉ બબલમાં રહેવાનુ કહેવામાં આવ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે માઇકલ ગૉ રવિવારે ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે દુબઇમાં રમાયેલી મેચમાં એમ્પાયરિંગ કરવાનુ હતુ, પરંતુ તેમની જગ્યાએ દક્ષિણ આફ્રિકાના મરાઇસ એરાસ્મસને આ જવાબદારી સોંપવામાં આવી. તેઓ અત્યારે હૉટલના રૂમમાં બંધ છે અને હાલમાં તેમની તપાસ ચાલી રહી છે, અને તપાસ રિપોર્ટ નેગેટિવ આવતા જ તે આઇસૉલેશનની બહાર આવી શકશે.