શોધખોળ કરો

૨૬મી જાન્યુઆરી - પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે, મુખ્યમંત્રી અને રાજ્યપાલ રહેશે હાજર

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાબરકાંઠા ખાતે તથા રાજ્ય મંત્રી મંડળના સભ્યો-કલેકટરઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે.

Republic Day 2025: રાષ્ટ્રના ૭૬માં પ્રજાસત્તાક પર્વ-૨૬મી જાન્યુઆરી-૨૦૨૫ની રાજ્યકક્ષાની ઉજવણી તાપીમાં વાલોડ તાલુકાના ખાતે થશે. તા.૨૬મી જાન્યુઆરીના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ધ્વજ વંદન સમારોહ યોજાશે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને સાબરકાંઠા (ઇડર) ખાતે, વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરના અધ્યક્ષ સ્થાને પંચમહાલ (શહેરા) ખાતે તથા રાજ્ય મંત્રી મંડળના સભ્યો અને જિલ્લા કલેકટરઓના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના ધ્વજ વંદન સમારોહ યોજાશે.

રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કોણ ક્યાં ધ્વજ વંદન કરાવશે તેની વિગત આ મુજબ છે:

કેબિનેટ મંત્રીઓ

1. કનુભાઈ દેસાઈ - વલસાડ (વાપી)

2. ઋષિકેશ પટેલ - બનાસકાંઠા (અંબાજી)

3. રાઘવજીભાઈ પટેલ - રાજકોટ (કોટડા સાંગાણી)

4. બળવંતસિંહ રાજપૂત - મહેસાણા (પાંચોટ)

5. કુંવરજીભાઈ બાવળિયા - બોટાદ (બરવાડા)

6. મુળુભાઈ બેરા - જામનગર (શહેર)

7. ડૉ. કુબેરભાઈ ડીંડોર - ભાવનગર (શિહોર)

8. મતી ભાનુબેન બાબરિયા - અમદાવાદ (ધંધુકા)

રાજ્યકક્ષાના મંત્રીઓ

9. હર્ષ સંઘવી - ગાંધીનગર (શહેર)

10. જગદીશ વિશ્વકર્મા - ખેડા (કપડવંજ)

11. પરશોત્તમભાઈ સોલંકી - ગીર સોમનાથ (ઉના)

12. બચુભાઈ ખાબડ - દાહોદ (સિંઘવડ)

13. મુકેશભાઈ પટેલ - નવસારી (જલાલપોર)

14. પ્રફુલ પાનશેરીયા - સુરત (ઉમરપાડા)

15. ભીખુસિંહજી પરમાર - છોટા ઉદેપુર (જેતપુર પાવી)

16. કુંવરજીભાઈ હળપતિ - ભરૂચ (શહેર)

આ ઉપરાંત સુરેન્દ્રનગર, આણંદ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, કચ્છ, વડોદરા, નર્મદા, મહીસાગર, ડાંગ, પાટણ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી અને મોરબી ખાતે સંબંધિત જિલ્લાના કલેકટરના હસ્તે ધ્વજ વંદન સમારોહ યોજાશે

દિલ્હીમાં ગણતંત્ર દિવસની ઉજવણી

કડકડતી ઠંડી અને ગાઢ ધુમ્મસને અવગણીને, દેશના 76મા પ્રજાસત્તાક દિવસની પરેડની તૈયારીઓ દિલ્હીના ફરજ માર્ગ પર પૂરજોશમાં ચાલી રહી છે. વિવિધ રાજ્યોના કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમોની તડામાર તૈયારીઓમાં વ્યસ્ત છે. આ વર્ષની પરેડ એક વિશેષ અને ઐતિહાસિક ઘટનાની સાક્ષી બનશે. પરેડમાં "નમો નમઃ" નામનું એક ખાસ ગીત રજૂ કરવામાં આવશે, જેમાં દેશના 38 રાજ્યોના 5,000થી વધુ કલાકારો એકસાથે ભાગ લેશે. આ પહેલીવાર છે જ્યારે આટલી મોટી સંખ્યામાં કલાકારો એક જ મંચ પર સાથે પ્રદર્શન કરશે. આ અનોખું અને ઐતિહાસિક પ્રદર્શન ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવા જઈ રહ્યું છે, જે આ ઉજવણીને વધુ ગૌરવપૂર્ણ બનાવશે. ગુરુવારે, તમામ કલાકારોને વિશેષ તાલીમ આપવામાં આવી હતી, જેમાં તેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સંપર્ક કરવા અને તેમનું સ્વાગત કરતી વખતે શિષ્ટાચાર જાળવવાની સૂચનાઓ આપવામાં આવી હતી.

આ પણ વાંચો....

મહાકુંભમાં મોનાલિસા પછી હવે તેની બહેન પણ વાયરલ! બન્ને બહેનોએ કર્યો મોટો ખુલાસો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : દવા પૂછીને લેજો
Hun To Bolish : હું તો બોલીશ : દારૂનું પાયલોટિંગ
10 Minute Delivery : 10 મિનિટમાં ડિલીવરી પર સરકારે લગાવી રોક, ડિલીવરી બોયની સુરક્ષાને લઈ નિર્ણય
Ambalal Patel Prediction : સૌરાષ્ટ્રમાં પડશે માવઠું , અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
NEET- PG 2025માં કટ ઓફમાં ઐતિહાસિક ઘટાડો, હવે આટલા ગુણ મેળવનાર પણ બની શકશે ડોક્ટર
NEET- PG 2025માં કટ ઓફમાં ઐતિહાસિક ઘટાડો, હવે આટલા ગુણ મેળવનાર પણ બની શકશે ડોક્ટર
કિસાન ક્રેડિટ કાર્ડ લોન પર વ્યાજમાં કોને મળે છે છૂટ? જાણો સરળ રીત
કિસાન ક્રેડિટ કાર્ડ લોન પર વ્યાજમાં કોને મળે છે છૂટ? જાણો સરળ રીત
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
Embed widget