શોધખોળ કરો
Advertisement
અભિનેત્રી નતાશા સાથે સગાઈ કર્યાં બાદ હાર્દિક પંડ્યાએ કેટલું વજન વધાર્યું? જાણો
મંગળવારે હાર્દિક પંડ્યાએ પોતાની કેટલીક તસવીર શેર કરી છે જેમાં જોવા મળી રહ્યું છે કે, તસવીરો જોતાં તેણે વજન વધાર્યું છે તેવું લાગી રહ્યું છે.
મુંબઈ: લગભગ છેલ્લા 6 મહિના જેટલા સમયથી ક્રિકેટથી દૂર રહેલ ટીમ ઈન્ડિયાના ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા વધુ એકવાર ચર્ચામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા હાલ પોતાની ટીમને મિસ કરી રહ્યો છે. ત્યારે થોડા દિવસો પહેલાં જ પીઠની સર્જરી બાદ ફિટનેસ સામે જ હાર્દિકે ક્રિકેટના મેદાન પર વાપસી કરી છે અને તેનું વજન પણ વધાર્યું છે. જેને લઈને તેણે એક તસવીર સોશિયલ મીડિમાં શેર કરી છે.
મંગળવારે હાર્દિક પંડ્યાએ પોતાની કેટલીક તસવીર શેર કરી છે જેમાં જોવા મળી રહ્યું છે કે, તસવીરો જોતાં તેણે વજન વધાર્યું છે તેવું લાગી રહ્યું છે. ત્યારે તાજેતરમાં જ હાર્દિકે 16માં ડીવાય પાટિલ ટી-20 કપમાં રિલાયન્સ વન તરફતી મેચ રમી હતી.
હાર્દિક પંડ્યાએ પોતાના વજન વધવાને લઈને ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી બે તસવીરોને લઈને લખ્યું હતું કે, ત્રણ મહિનામાં 68 કિલોથી 75 કિલો. અટક્યા વિના પ્રયત્ન, કોઈ જ શોર્ટકટ નહીં.
આ મેચમાં હાર્દિક પંડ્યાએ 25 બોલમાં 38 રન ફટકાર્યા હતાં અને ત્રણ વિકેટ ઝડપીને ટીમ ઈન્ડિયામાં વાપસી માટે પોતાનો દાવો રજૂ કર્યો હતો. હવે હાર્દિકની નજર આ મહિને શરૂ થનારી ભારત અને સાઉથ આફ્રિકા સીરિઝ પર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion