ઇંગ્લેન્ડ સામે વન ડે શ્રેણી માટે જાહેર થયેલી ભારતીય ટીમઃ વિરાટ કોહલી(કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, કેએલ રાહુલ, અંબાતી રાયડુ, એમએસ ધોની, દિનેશ કાર્તિક, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, સિદ્ધાર્થ કૌલ, ઉમેશ યાદવ
2/5
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન રમાનારી ત્રણ વન-ડે મેચ માટે આજે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરિઝની તૈયારી માટે નિયમિત કેપ્ટન વિરાટ કોહલી સરે વતી કાઉન્ટી ક્રિકેટ રમશે તેથી તે આયરલેન્ડ પ્રવાસ વખતે જ ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ જશે. વનડે ટીમમાં ફરી એકવખત જાડેજા અને અશ્વિનની અવગણના કરવામાં આવી છે.
3/5
નિદાહાસ ટ્રોફીની ફાઇનલમાં છેલ્લા બોલે સિક્સ મારીને ભારતને વિજેતા બનાવનારા વિકેટકિપર બેટ્સમેન દિનેશ કાર્તિકનો પણ ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
4/5
ઈંગ્લેન્ડ સામે વન ડે સીરિઝમાં આઈપીએલની ચાલુ સીઝનમાં શાનદાર પ્રદર્શન કરી રહેલા ચેન્નાઈ સુપર કિંગ્સના અંબાતી રાયડૂની બે વર્ષ બાદ ટીમમાં વાપસી થઈ છે. રાયડૂ જુન, 2016માં ઝિમ્બાબ્વે સામે અંતિમ વન ડે રમ્યો હતો. સિદ્ધાર્થ કૌલને પણ વનડેની ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે.