શોધખોળ કરો
Advertisement
ક્રિકેટર હાર્દિક પંડ્યાએ નતાશાને કેવી રીતે કર્યું પ્રપોઝ, આ તસવીરો તમે નહીં જોઈ હોય
નાતાશા સ્ટેનકોવિકે એક રોમાંટિક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં તે દરિયાની વચ્ચે ક્રૂઝ પર નાતાશાને ફિલ્મી અંદાજમાં પ્રપોઝ કરતો જોવા મળ્યો હતો જેની તસવીરો અને વીડિયો વાયરલ થયો હતો.
ટીમ ઈન્ડિયા અને ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યાએ નવા વર્ષની ધમાકેદાર શરૂઆત કરી હતી. હાર્દિક પંડ્યાએ વર્ષના પહેલાં જ દિવસે ગર્લફ્રેન્ડ નતાશા સ્ટેનકોવિક સાથે સગાઈ કરી લીધી હતી. જેની તસવીરો વાયરલ થઈ હતી.
હાર્દિક પંડ્યાએ જ્યારે પ્રપોઝ કર્યું હતું તે સમયના ફોટોગ્રાફ અને વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યાં હતાં. આ તસવીરોમાં કપલ એક ક્રૂઝમાં જોવા મળી રહ્યું છે.
નાતાશા સ્ટેનકોવિકે એક રોમાંટિક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં તે દરિયાની વચ્ચે ક્રૂઝ પર નાતાશાને ફિલ્મી અંદાજમાં પ્રપોઝ કરતો જોવા મળ્યો હતો જેની તસવીરો અને વીડિયો વાયરલ થયો હતો.
હાર્દિકે ઘુંટણ પર બેસીને નતાશાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું અને તેણે પુછતા જ નતાશાએ ‘હા’ કહી દીધું હતું.
હાર્દિકે પ્રપોઝ કર્યાં બાદ નાતાશાએ હા કહેતા જ બંને એ એક બીજાને કિસ કરી હતી.
હાર્દિકે ફોટો શેર કરતા લખ્યું હતું કે, ‘મેં તેરા, તૂં મેરી, જાને સારા હિંદુસ્તાન.’ આ સાથે પંડ્યાએ સગાઈની ડેટ 01-01-2020 પણ લખી છે. બન્નેએ પ્રપોઝ કર્યા બાદ હાર્દિકે નાતાશાને રિંગ પહેરાવી હતી.
નતાશા સ્ટટેનકોવિક સર્બિયન મોડલ છે. તે એક સારી ડાન્સર છે. તે બોલિવૂડમાં ફિલ્મોમાં ડાન્સ નંબર પણ કરી ચૂકી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement