શોધખોળ કરો
Advertisement
અરુણ જેટલીના નિધનથી શોકમાં ટીમ ઇન્ડિયા, બ્લેક પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરશે
નોંધનીય છે કે અરુણ જેટલી દિલ્હી જિલ્લા ક્રિકેટ સંઘના પૂર્વ અધ્યક્ષ અને બીસીસીઆઇના પૂર્વ ઉપાધ્યક્ષ હતા.
નવી દિલ્હીઃ પૂર્વ નાણામંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલીનું લાંબી બીમારી બાદ દિલ્હીની એઇમ્સમાં નિધન થયું હતું. તેમણે બપોરે 12 વાગ્યાને સાત મિનિટ પર અંતિમ શ્વાસ લીધા હતા. જેટલી નવ ઓગસ્ટથી એઇમ્સમાં દાખલ હતા. તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. જેટલીના નિધન પર ક્રિકેટ જગતમાં શોક વ્યાપી ગયો હતો.
નોંધનીય છે કે અરુણ જેટલી દિલ્હી જિલ્લા ક્રિકેટ સંઘના પૂર્વ અધ્યક્ષ અને બીસીસીઆઇના પૂર્વ ઉપાધ્યક્ષ હતા. જેટલીના નિધન પર શોક વ્યક્ત કરવા માટે આજે ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ મેચમાં બ્લેક આર્મ બેન્ડ પહેરીને મેદાન પર ઉતરશે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે એન્ટિગામાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઇ રહી છે.
Indian cricket team to wear black arm bands in its match against West Indies today to condole the demise of Former Finance Minister #ArunJaitley, who was also the president of the Delhi District Cricket Association (DDCA) & former vice-president of BCCI. (File pic) pic.twitter.com/cFxzycQ6zB
— ANI (@ANI) August 24, 2019
જેટલીના નિધન પર બીસીસીઆઇએ પણ શોક વ્યક્ત કરતા ટ્વિટ કર્યું હતું કે, ભારતીય બોર્ડે ટ્વિટ કરતા કહ્યુ કે, બીસીસીઆઇ અરુણ જેટલીના નિધન પર શોક વ્યક્ત કરે છે. બીસીસીઆઇએ જેટલીના આત્માને પ્રાર્થના કરી હતી. અરુણ જેટલી 1999થી 2012 સુધી ડીડીસીએના અધ્યક્ષ રહ્યા અને આ દરમિયાન અનેક ક્રિકેટરોના કરિયરને બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.BCCI condoles the sad demise of Shri Arun Jaitley. The BCCI shares the pain and grief of the Jaitley family & prays for the departed soul pic.twitter.com/KkAyL4Evdy
— BCCI (@BCCI) August 24, 2019
Shocked & saddened to hear about the passing away of Shri Arun Jaitley ji. He was genuinely a good person, always willing to help others. He took out his precious time back in 2006 when my father passed away to come to my home & pay his condolences. May his soul rest in peace.
— Virat Kohli (@imVkohli) August 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement
gujarati.abplive.com
Opinion